Sunday, January 17, 2021
Home Uncategorized હસીન જહાંએ શેર કર્યો મા કાળી અવતાર, લોકોએ કરી નેગેટીવ કોમેન્ટ

હસીન જહાંએ શેર કર્યો મા કાળી અવતાર, લોકોએ કરી નેગેટીવ કોમેન્ટ

મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં અને વિવાદોનો ઉંડો સંબંધ છે. હસીન જહાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. પહેલા તેને તેના પતિની ઉપર મારપીટનો આરોપ લગાવીને અલગ રહેવા લાગી. તે બાદ તેની લાઇફથી જોડાયેલા ઘણા વિવાદીત ખુલાસા થયા. માલૂમ પડ્યું કે તે પહેલાથી પરણિત હતી અને મા પણ બની ચુકી હતી. તે બાદ હસીન જહાંની ઘણી પોસ્ટથી બબાલ થઇ ચુકી છે. જ્યારે હાલ હસીન જહાંએ ઇન્સ્ટાગ્રામ પર એક ધાર્મિક સીરીયલની ક્લિપ શેર કરી લખ્યું મા કાળી જેવી શક્તિ માટે અલ્લાહથી કહૃાુ છે.

આ પોસ્ટ શેર કર્યા બાદ કોમેન્ટ પર કોમેન્ટ આવી રહી છે. લોકોએ હસીન જહાંને આડે હાથ લેતા નેગેટિવ કોમેન્ટ્સ કરી રહૃાા છે. હસીન જહાંએ સીરીયલનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આમાં માતા કાલી પોતાના પતિની વિશેષતા જણાવી રહી છે. જેમાં પતિને પત્નીનો ટેકો હોવાનું જણાવાયું છે. વીડિયોની સાથે હસીન જહાને કેપ્શનમાં લખ્યું છે કે ભલે તે માતા કાલીની પૂજા નથી કરતી, તે નિશ્ર્ચિતપણે તેમનો વિશ્ર્વાસ કરે છે. તેણે અલ્લાહ પાસેથી માતા કાળી જેવી શક્તિ પણ માંગી. વીડિયો દ્વારા હસીન જહાંએ મોહમ્મદ શમીને નિશાન બનાવ્યો હતો.

તેણે શમી પર ઘરેલું હિંસાનો કેસ કર્યો હતો. તેણે એમ પણ આરોપ લગાવ્યો હતો કે તે તેને માર મારવામાં આવતો હતો. આ વીડિયો પોસ્ટ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો હતો. લોકોએ કોમેન્ટ બોક્સમાં ઘણી પ્રકારની વસ્તુઓ લખવાનું શરૂ કર્યું. આ પોસ્ટ પછી ઘણા લોકોએ મોહમ્મદ શમીનું સમર્થન કર્યું હતું અને હસીન જહાંને ખોટી ગણાવી હતી. તમને જણાવી દઇએ કે શમી સાથે મતભેદ બાદ બન્ને અલગ રહી રહૃાા છે. હસીન જહાની દીકરી તેની સાથે રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

દિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ

અઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...

કૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા

ખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...

ટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી

ટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...

વાગરા તાલુકામાં ૫૦૦ કરોડના જમીન કોભાંડનો ખેડૂત હિતરક્ષક દળનો આરોપ

ખેડૂત હિતરક્ષક દળનો આજ રોજ ભરૂચમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અને ગુજરાત સરકારની નિષ્ફળતા અને નિસ્થુરતા અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ...

Recent Comments

× Get Now Free E-Newspaper.