હું મુસ્લિમોનું સન્માન કરું છું પરંતુ હિંસા સહન નહી કરુ: ફ્રાન્સ રાષ્ટ્રપતિ

ઇસ્લામને આતંકવાદ સાથે જોડવા બદલ ટીકાઓનો સામનો કરી રહેલા ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. મેક્રોએ કહૃાું કે તેઓ મુસ્લિમોનું સન્માન કરે છે. હું સમજી શકું છું કે મુસ્લિમ પયગંબર મોહમ્મદના કાર્ટૂન બનાવવાથી દુખી છે. આ બધુ હોવા છતાં, આના જવાબમાં હિંસા સહન કરી શકાતી નથી.

ધાર્મિક સંઘર્ષને કારણે બે અઠવાડિયામાં થયેલા બે હુમલાઓએ ફ્રાંસને હચમચાવી નાખ્યું છે. પ્રથમ વિવાદાસ્પદૃ કાર્ટૂન બતાવનાર શિક્ષકનું માથું તેના જ વિદ્યાર્થીએ કાપી નાંખ્યું. બાદૃમાં, નીસ શહેરમાં ચર્ચની બહાર છરી મારીને એક મહિલા સહિત ત્રણ લોકોની હત્યા કરવામાં આવી હતી. શનિવારે પણ એક અજાણ્યા બંદુકધારીએ ચર્ચમાં પાદરીને ગોળી મારી હતી. આ કેસમાં એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે.

સતત થતા હુમલાઓને કારણે સરકારે ફ્રાન્સમાં તૈનાત સૈન્યની સંખ્યા બમણી કરી દીધી છે. મેક્રોન આ ઘટનાઓને ઇસ્લામિક આતંકવાદ કહે છે. ત્યાર બાદથી જ તેઓ મુસ્લિમ દેશોના નેતાઓના નિશાન પર છે. ઘણા દેશોમાં ફ્રેન્ચ ચીજોનો બહિષ્કાર કરવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.