લીબિયામાં યુરોપમાં પ્રવેશ કરતી બોટ ડૂબી: ૭૪ના મોત

ઉત્તર આફ્રિકન દેશ લીબિયામાં એક દર્દનાક ઘટના બની હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૭૪ લોકોના મોત થયા છે જ્યારે ૪૭ લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. યુરોપ જઇ રહેલી એક બોટ લીબિયાના ખુમ્સ તટ પાસે તૂટી ગઇ હતી, જેમાં સવાર તમામ લોકો દરિયામાં ડુબી ગયા હતા.

સંયુક્ત રાષ્ટ્ર પ્રવાસી એજન્સીએ કહૃાુ કે ઘટના સમયે બોટમાં મહિલાઓ અને બાળકો સહિત કુલ ૧૨૦ લોકો સવાર હતા. જ્યારે આ બોટ લીબિયા પોર્ટના અલ-ખુમ્સ પાસે પહોચી તો અચાનક તૂટી ગઇ હતી જેમાં આ દુર્ઘટના બની હતી. આંતરરાષ્ટ્રીય પ્રવાસી સંગઠન અનુસાર, નાવમાં સવાર માત્ર ૪૭ લોકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા હતા.

મહત્વપૂર્ણ છે કે એક ઓક્ટોબરથી લઇને અત્યાર સુધી આ વિસ્તારમાં કેટલીક એવી ઘટનાઓ બની ચુકી છે. આશરે એક મહિનામાં નાવ તૂટીને ડુબવાની આ આઠમી ઘટના હતી. મહત્વપૂર્ણ છે કે ૨૦૧૧માં નાટો સમર્થિક વિદ્રોહ બાદથી લીબિયામાં કોઇ સ્થિર સરકાર નથી. એવામાં આ વિસ્તાર તે આફ્રિકન પ્રવાસીઓ માટે એક મુખ્ય ટ્રાંજિટ પોઇન્ટ છે, જે ભૂમધ્ય સાગરને પાર કરીને યુરોપ જવા માંગે છે.

મહત્વપૂર્ણ છે કે લીબિયામાં વધતા સંઘર્ષ અને પ્રવાસીઓ વિરૂદ્ધ થઇ રહેલા શોષણ અને દુર્વ્યવહારથી બચવા માટે લોકો ત્યાથી નીકળીને યુરોપ જવા માંગે છે. તેની માટે લોકો આ રીતની બોટમાં સવાર થઇને દરિયાના રસ્તે આવે છે.