લાલુ પ્રસાદ યાદવની લથડી તબિયત, કિડની ફેલ થવાનો ખતરો

બિહાર વિધાનસભાની ચૂંટણી બાદના એક્ઝિટ પોલમાં આરજેડીના નેતા તેજસ્વી યાદવ આગળ હોવાનુ અનુમાન થઈ રહૃાુ તેવા સમયે ઝારખંડની રીમ્સ હોસ્પિટલમાં દાખલ થયેલા તેમના પિતા અને આરજેડીના અધ્યક્ષ લાલુ પ્રસાદની તબિય લથડી છે.

લાલુ પ્રસાદનુ શુગર લેવલ વધી ગયુ છે અને તેમનુ સીરમ ક્રિએટિનિન લેવલ પણ વધી રહૃાુ છે.ડોક્ટરોનુ કહેવુ છે કે, છેલ્લા કેટલાક દિવસથી લાલુ પ્રસાદ બહુ ચીંતિત અને પરેશાન રહે છે અને ક્રિએટિનિન લેવલ વધવા પાછળ આ એક કારણ હોઈ શકે છે.તેમની કિડની ૨૫ ટકા જ કામ કરી રહી છે અને જો તેમની સ્થિતિ સુધરી નહીં તો કિડની ફેલ થવાનો પણ ખતરો રહેલો છે.તેમને ડાયાલિસિસની જરુર પડી શકે છે.જો તેઓ કોરોના પોઝિટિવ ના હોત તો સારવાર માટે એમ્સમાં મોકલવામાં આવતા,તેમને સારવાર માટે બહાર મોકલવા પરિવારની સાથે રાજ્ય સરકારની મંજૂરી પણ જરુરી છે.

આ પહેલા લાલુ પ્રસાદે તબિયતનુ કારણ આગળ ધરીને જામીન માંગ્યા હતા.જોકે રજાઓના કારણે આ અરજી પરની સુનાવણી ટાળી દેવામાં આવી છે.હેવ ૨૭ નવેમ્બરે તેમની અરજી પર સુનાવણી થશે.અરજીમાં તેમણે કિડની, ડાયાબિટિસ અને હાર્ટ સહિતની ૧૬ પ્રકારની બીમારી હોવાનો દાવો કર્યો હતો.