રાષ્ટ્રવાદી પક્ષના ઉમેદવાર અને સમર્થકની જાહેરમાં ગોળી મારી હત્યા

બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૦માં લોહિયાળ જંગ શરૂ થઈ ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે બિહારના શિવહરમાં જનતાદળ રાષ્ટ્રવાદીના ઉમેદવાર અને તેમના સમર્થક પર હિચાકારો હુમલો થયો હતો. આ હુમલામાં ઉમેદવાર અને તેમના એક સમર્થકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ ઘટના તે સમયે બની કે જ્યારે ઉમેદવાર પોતોના સમર્થકો સાથે ચૂંટણી પ્રચારમાં નિકળ્યા હતા, નોંધનીય છે કે તે સમયે તેમની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટના દરમ્યાન ઉમેદવારના સમર્થકોએ એક હત્યારાને ઝડપવામાં સફળ રહૃાા હતા, પરંતુ હાજર ભીડે ગડદાપાટું માર મારીને તેની હત્યા કરી દીધી હતી.

શિવહર વિધાનસભાના જનતાદૃળ રાષ્ટ્રવાદી પક્ષના ઉમેદવાર શ્રીનારાયણ સિંહ શનિવારે પ્રચાર કરવા નીકળ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ મામલે એવા અહેવાલ પ્રાપ્ત થઈ રહૃાા છે કે તેઓ પૂર્નહિયા પ્રખંડના હાથસાર ગામ નજીક જનસંપર્કમાં રોકાયેલા હતા. તે દરમિયાન બાકર સવાર આરોપીઓએ તેમના પર અંધાધૂન ફાયરીંગ કરી હતી, ઉલ્લેખનીય છે કે અચાનક ગોળીબાર થતાં નાસભાગ મચી ગઈ હતી. છાતીમાં ગોળી વાગવાને કારણે શ્રીનારાયણસિંહ લોહીથી લથપથ ઘટના સ્થળ પર ઢળી પડ્યા હતા.

અત્રે ઉલ્લેખનિય છે કે શ્રીનારાયણ સિંહનો જૂનો ગુનાહિત ઇતિહાસ રહૃાો છે. તેમના પર ૨ ડઝનથી વધુ કેસ બાકી છે. શિવહર જિલ્લાના ડુમરી કટસરી બ્લોકના નયા ગામનો રહેવાસી હતો. તેઓ નયાગાંવ પંચાયતના વડા અને ડુમરી કટસરીથી જિલ્લા પરિષદના સભ્ય પણ રહી ચુક્યા હતા.