ભારતીય રેલ હવે મુસાફરોના ઘરેથી સામાન લાવવા-લઈ જવાની સુવિધા આપશે

ભારતીય રેલવે હવે યાત્રિકો માટે બેગ્સ ઓન વ્હીલ્સ નામની સુવિધા શરુ કરવા જઈ રહી છે. આ વ્યવસ્થાના ભાગરુપે ટ્રેનોમાં મુસાફરી કરનારાઓએ પોતાનો સામાન ઉંચકવાની અને સાચવવાની મગજમારી નહીં રહે.આ ટેન્શનમાંથી તેમને મુક્તિ મળશે.રેલવે દ્વારા મુસાફરોનો સામાન તેમના ઘરેથી પિક અપ કરાશે અને સ્ટેશન સુધી પહોંચાડવામાં આવશે.

આ સુવિધા રેલવેની એક એપ થકી મળી રહેશે. યાત્રિકોને તેના કારણે ઘરેથી સ્ટેશન અને સ્ટેશનથી ઘર સુધી સામાન લાવવા-લઈ જવાની સુવિધા આપવામાં આવશે.ગ્રાહકોએ આ સુવિધાનુ બૂિંકગ કરાવવા માટે એપનો ઉપયોગ કરવાનો રહેશે. રેલવેને લાગે છે કે, આ સુવિધાના કારણે આવકમાં પણ વધારો થશે.

એપ પર બુકિંગ કરતી વખતે કેટલીક જાણકારી મુસાપરોએ આપવી પડશે અને એ પછી તેનો ફાયદો મળી શકશે.એક પ્રકારે આ ડોર ટુ ડોર સર્વિસ છે.જેના કારણે ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોને ફાયદો થશે.