નદિયામાં દિવાલ પર ભડકાઉ નિવેદન: ટીએમસી વિરુદ્ધ વૉટ આપ્યા તો ખૂનની નદી વહેશે

ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ
ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ

પશ્ર્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચે રાજકીય ખેંચતાણ ચાલુ છે. રાજકીય આરોપ-પ્રત્યારોપ વચ્ચે બંગાળના નદિયા જિલ્લામાં રવિવારે સવારે વૉલ રાઈટીંગ વૉર જોવા મળ્યુ, જેમાં લોકોને સંબોધિત કરતા લખ્યુ છે કે જો ભાજપને મત આપ્યા તો હત્યા કરી દેવામાં આવશે. નદિૃયા જિલ્લામાં દિવાલ પર ભાજપને વોટ આપનારને ધમકી આપવામાં આવી છે. આ પ્રકારની વૉલ રાઈિંટગ નદિયાના શાંતિપુર વિસ્તારમાં જોવા મળી છે. આ વિસ્તારમાંથી ભાજપના જગન્નાથ સરકાર સાંસદ છે અને અરિન્દમ ભટ્ટાચાર્ય ટીએમસીના ધારાસભ્ય છે.

દિવાલો પર આ પ્રકારની ધમકી ભર્યા સંદેશ લખવા પાછળ ટીખળ વૃતિ મનોજ સરકારનો હોવાનુ જણાવવામાં આવી રહૃાુ છે. દિવાલ પર બાંગ્લામાં લખ્યુ છે, જો ટીએમસી વિરૂદ્ધ એક પણ વોટ પડ્યો તો અમે ખૂનની નદીઓ વહાવીશુ. જો ભાજપને એક પણ વોટ આપ્યો તો આપ સૌ એ તેના પરિણામ ભોગવવા પડશે.

દિવાલ પર લખેલો આ પ્રકારનો સંદેશ ત્યારે સામે આવ્યો છે જ્યારે ભાજપ બંગાળમાં ટીએમસી પર હીંસાનો સહારો લેવાનો સતત આરોપ લગાવી રહૃાા છે. જોકે નદિયાની ઘટના પહેલા શનિવારે રાતે ઉત્તર ૨૪ પરગના જિલ્લાના બેરકપુરમાં અસામાજિક તત્વોએ ભાજપની ઓફિસમાં આગ લગાવી દીધી. આનાથી તણાવની સ્થિતિ જોવા મળી. ભાજપે આ માટે ટીએમસીને જવાબદાર ગણાવ્યા છે.

આગની આ ઘટના બેકતપુરથી ટીએમસીના ધારાસભ્ય શીલભદ્ર દત્તના ભાજપમાં સામેલ હોવાના કેટલાક સમય બાદ જોવા મળી. શીલભદ્રએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં ભાજપનો હાથ પકડ્યો હતો. શીલભદ્ર મિદનાપુરમાં ભાજપમાં સામેલ થયા, બેરકપુરના વોર્ડ નંબર ૨૦ માં ગવર્નમેન્ટ સ્કુલ નજીક કાર્યાલયમાં આગ લાગી ગઈ.