જમ્મુ-કાશ્મીર: ઘૂસણખોરીના પ્રયાસ નિષ્ફળ, ૩ આતંકવાદી ઠાર તો, ૩ જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં સરહદ પર શંકાસ્પદ હલચલ જોવા મળ્યા બાદ સેના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ૩ આતંકી ઠાર થયો છે. આ દરમિયાન સેનાના ૪ જવાન પણ શહીદ થયા છે.માછિલ સેક્ટરમાં આતંકીઓ દ્વારા ઘૂસણખોરીનો પ્રયાસસેના દ્વારા મળતી માહિતી મુજબ,જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં નિયંત્રણ રેખાની પાસે ઘૂસણખોરી દરમિયાન આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો છે. તે જ સમયે, સીમા સુરક્ષા દળના ૩ જવાન શહીદૃ થયા હતા.

સેનાના પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાનું નિવેદન. સેનાના પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ જણાવ્યું હતું કે, ૭ અને ૮ નવેમ્બરની રાત્રે સેનાની એક પેટ્રોલીંગ ટીમે આતંકવાદીઓને ઘુસણખોરી કરતા જોયા હતા. ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન કોન્સ્ટેબલ સરકાર શહીદ થયા હતા અને એક આતંકવાદી પણ ઠાર થયો હતો. આ સમય દરમિયાન આતંકવાદી પાસેથી એકે ૪૭ રાયફલ અને બે બેગ મળી આવ્યા હતા.

પ્રવક્તાએ જણાવ્યું હતું કે, માછીલ સેક્ટર (ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લા) માં નિયંત્રણ રેખાની બાજુમાં પેટ્રોલિંગ કરી રહેલી ટીમને માહિતી મળી હતી જે બાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. ૭-૮ નવેમ્બરની રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.