કોંગ્રેસ નેતા આનંદ શર્માએ ફરી એકવાર કરી વડાપ્રધાન મોદીની પ્રશંસા

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદૃ શર્માએ સોમવારે ફરી એકવાર મોદૃી સરકારની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું કે, હાલના વર્ષોમાં ભારતે પોતાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઘણું વિસ્તાર્યું છે અને તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારને એક સાથે મળીને કામ કરવા માટે શુભકામના આપું છું.

તેમણે કહૃાું કે, સંકટ સમયમાં દેશ એકસાથે રહૃાો, ભારતે પોતાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિસ્તાર કર્યો છે અને હું તેના માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને શુભકામના આપું છું કારણ કે તેમણે એ માટે મળીને કામ કર્યું. તે સમયે દૃેશ સંકટમાં હતો.

વધુમાં તેમણે કહૃાું કે, બીજા ત્રિમાસિક ગાળામાં ભારત સારી સ્થિતિમાં આવ્યું. પહેલો ત્રિમાસિક ગાળો અર્થવ્યવસ્થા માટે સૌથી ખરાબ હતો કારણ કે તેની જીડીપી પર પ્રતિકુળ અસર પડી. શર્માએ કહૃાું કે, અમને આશા છે કે અન્ય બે ક્વાટરમાં પણ રિકવરિનું સંતુલ જળવાય રહેશે.

આ પહેલીવાર નથી કે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા આનંદ શર્માએ મોદી સરકારના વખાણ કર્યાં હોય. આ પહેલાં ગત દિવસોમાં આનંદૃ શર્માએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વેક્સિનની તૈયારીની સ્થિતિની સમિક્ષા કરવાના પણ વખાણ કર્યાં હતા.
અત્રે ઉલ્લેખનિય છે કે, આનંદ શર્મા કોંગ્રેસના એ ૨૩ અસંતુષ્ટ નેતાઓના ગૃપનો હિસ્સો હતા જેમણે આ વર્ષની શરૂઆતમાં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. તેમાં કોંગ્રેસમાં સંગઠનમાં પૂર્ણ ફેરફારની માંગ કરવામાં આવી હતી.