Wednesday, January 20, 2021
Home Latest ૧૫ ડિસેમ્બરથી યાહૂ ગ્રુપના પડી જશે પાટિયા, જલદી બીજા એકાઉન્ટમાં ટ્રાન્ફર કરી...

૧૫ ડિસેમ્બરથી યાહૂ ગ્રુપના પડી જશે પાટિયા, જલદી બીજા એકાઉન્ટમાં ટ્રાન્ફર કરી લો ડેટા

યાહુએ તેની વેબસાઇટ પર એક સંદેશ બહાર પાડી જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી તેના વપરાશમાં સતત ઘટાડાનો સામનો કરી રહૃાું છે જેના કારણે તેણે ૧૫ ડિસેમ્બરથી યાહુ ગ્રુપ બંધ કરવાનો નિર્ણય લીધો છે. વર્ષ ૨૦૧૭ માં યાહુ ને ખરીદનારા વેરીજોનને મંગળવારે આ નિર્ણયની જાહેરાત કરી હતી. યાહુ વેબ પર તેના સમયની સૌથી મોટી મેસેજ બોર્ડ સિસ્ટમ રહી છે, જે હવે આ વર્ષના અંતમાં તેની સફર સમાપ્ત કરવા જઈ રહૃાું છે. યાહુ ગ્રુપ છેલ્લા ઘણા સમયથી વપરાશમાં સતત ઘટાડો સામનો કરી રહૃાું છે.

અમે એ પણ જોયું છે કે યૂઝર્સ પ્રીમિયમ અને વિશ્ર્વસનીય સામગ્રી ઇચ્છે છે. જોકે આવા નિર્ણયો લેવાનું ક્યારેય સરળ નથી, પરંતુ કેટલીકવાર આપણે એવા પ્રોડક્ટ વિશે કડક નિર્ણયો લેવી જોઈએ જે આપણી લાંબા સમયની વ્યૂહરચના માટે સારા છે. હવે અમે ધંધાના અન્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીશું. કંપનીએ કહૃાું, તમે જે ઇમેઇલ મોકલો છો અને પ્રાપ્ત કરો છો તે તમારા ઇમેઇલમાં રહેશે, પરંતુ ૧૨ ઓક્ટોબરથી નવા ગ્રુપ બનાવી શકાશે નહીં અને ૧૫ ડિસેમ્બર પછી, લોકો યાહુ ગ્રુપ દ્વારા મેઇલ મોકલવા અથવા પ્રાપ્ત કરી શકશે નહીં.

વેબસાઇટ પણ ઉપલબ્ધ રહેશે નહીં. જો કે, યાહુ મેઇલ પહેલાની જેમ કાર્ય કરવાનું ચાલુ રાખશે. યાહુ ગ્રુપ ની સેવા ૧૯ વર્ષ પહેલા ૨૦૦૧ માં શરૂ થઈ હતી અને તે રેડ્ડિટ, ગુગલ ગ્રુપ અને ફેસબુક ગ્રુપની મજબૂતાઈ સામે ટકી શક્યું નહીં.અમેરિકન વાયરલેસ કોમ્યુનિકેશન્સ સર્વિસ પ્રોવાઇડર વેરીજોનને ૨૦૧૭ માં યાહુના ઇન્ટરનેટ વેપારને ૪.૮ બિલિયન ડોલરમાં ખરીદ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હાઇકોર્ટમાં અરજી સાથે માંગ: સ્થા.સ્વરાજ્યની ચૂંટણી બુલેટ પેપરથી કરાવવામાં આવે

VVPAT મશીનની ગેરહાજરીમાં રાજ્યનો ચૂંટણી પંચ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી બેલેટ પેપરથી યોજવા મુદ્દે જાહેરાત કરે તેવી માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની...

રાજકોટમાં સરકારી જમીનનાં બોગસ ડોક્યુમેન્ટ બનાવીને વેંચી દેનાર બે શખ્સો ઝડપાયા

રાજકોટમાં સરકારી જમીન બોગસ ડોક્યુમેન્ટના આધારે વેંચી દેવાનું કૌંભાડ સામે આવ્યું છે. મોટા મવાની ૫ એકર અને ૯ ગુંઠા સરકારી જમીનનાં બોગસ...

મુંબઇમાં નવજાત શિશુઓનું ખરીદ-વેચાણ કરતી ગેંગનો પર્દાફાશ, કુલ ૯ની ધરપકડ

ગેંગમાં ડોક્ટર, નર્સ, લેબ ટેકનિશયન સામેલ ક્રાઇમ બ્રાન્ચ એ મુંબઇમા નવજાત શિશુઓનું ખરીદ-વેચાણ કરવાનો કાળો ધંધો કરતી ગેંગનો...

૨૧મીએ મુખ્યમંત્રી હોમટાઉન જશે અને કોંગ્રેસને આપશે ઝટકો

ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી યોજાવાની સંભાવના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપનું મોટુ ઓપરેશન પાર પાડવા ખુદ સીએમ રૂપાણી હોમટાઉન...

Recent Comments

× Get Now Free E-Newspaper.