વૃદ્ધો, વિકલાંગો ઘેર બેઠા મતદાન કરી શકશે

વિકલાંગો અને ૮૦ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો માટે મતદૃાન પ્રક્રિયા વધુ સરળ અને અનુકૂળ બનાવવા માટે પોસ્ટ દ્વારા મતદૃાન કરવાનો વિકલ્પ અપનાવવા માટે ચૂંટણીપંચે નવી સૂચના જારી કરી છે.

મતદૃાન મથકના અધિકારી દ્વારા તેના મથદૃાન મથક હેઠળ આવતા વિકલાંગો અને ૮૦ વર્ષથી વધુ ઉંમરના લોકોના ઘરે પોસ્ટ દ્વારા મતદૃાન કરવાનું ફોર્મ મોકલવામાં આવશે. વૃદ્ધો અને વિકલાંગોને પોસ્ટ દ્વારા મતદૃાન કરવાનો વિકલ્પ આપવામાં આવશે. જો તેઓ પોસ્ટ દ્વારા મતદૃાન કરવાનો વિકલ્પ અપનાવશે તો પાંચ દિૃવસની અંદર તેમના ઘરેથી સંપૂર્ણ ભરેલું મતદૃાન ફોર્મ મેળવીને રિટર્નીંગ ઑફિસરને સુપરત કરવામાં આવશે. આગામી દિૃવસોમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ રહી છે. એ સમયે નાગરિકો અને મીડિયા દ્વારા આપવામાં આવેલા પ્રતિસાદને આધારે ઉપરોક્ત સૂચના જારી કરવામાં આવી છે. ૨૮ ઑક્ટોબરથી બિહારમાં ત્રણ તબક્કામાં મતદૃાન યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.