મોર્નિગ ન્યૂઝ બ્રીફ:બોલિવૂડમાં થાળીના વિવાદમાં સપડાઈ કંગના, બોફોર્સ તોપનું મોઢું ચીન તરફ અને જેમના મૃત્યુની તિથિ ખબર નથી, તેમના માટે આજે તર્પણનો દિવસ

આજે પિતૃમોક્ષ અમાવસ છે. JEE એડવાન્સ આપવા જઈ રહેલા વિદ્યાર્થી માટે પણ ખાસ દિવસ છે, સાથે જ વડા પ્રધાન મોદીનો જન્મદિવસ પણ છે, તો આવો શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ..

આજે તમારા કામના 4 સમાચાર..

  • આજે સર્વપિતૃ મોક્ષ અમાવસ છે. આ તિથિ પર એવા મૃત લોકો માટે પિંડદાન, શ્રાદ્ધ અને તર્પણ કર્મ કરવામાં આવે છે, જેમના મૃત્યુની તારીખ ખબર નથી હોતી.
  • JEE એડવાન્સ પરીક્ષા 2020ની એપ્લિકેશનમાં એક્ઝામ સિટી ચોઈસ બદલવાની અંતિમ તારીખ છે. આ ફેરફાર સાંજે 5 વાગ્યા સુધી કરી શકાશે.
  • જયપુરમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે બાઈક એમ્બ્યુલન્સ શરૂ થશે. આનાથી સાંકળી શેરીઓમાંથી પણ દર્દીઓને કાઢી શકાશે.
  • કોરોના વચ્ચે રાજસ્થાન યુનિવર્સિટીની હોસ્ટેલ ખૂલી જશે. 18 સપ્ટેમ્બરથી ફાઈનલ યરની પરીક્ષાઓ શરૂ થવાની છે.

આજે આ 2 કાર્યક્રમ પણ છે
1.વડા પ્રધાન મોદી 70 વર્ષના થઈ ગયા છે. ભાજપ તેમના જન્મદિવસને સેવા દિવસ તરીકે ઊજવી રહ્યો છે
2. બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વર્ચુઅલ મીટિંગ કરશે.

હવે ગઈકાલના 7 મહત્ત્વના સમાચાર
1. કંગના હવે જયા બચ્ચ સાથે વિવાદમાં

બોલિવૂડમાં ડ્રગ્સ અંગે નિવેદનબાજીઓ અટકવાનું નામ નથી લઈ રહી. કંગના રનૌતે બુધવારે સપા સાંસદ જયા બચ્ચને ટ્વીટ દ્વારા જવાબ આપ્યો કે કઈ થાળી આપી છે તેમની ઈન્ડસ્ટ્રીએ જયા જી, ? અહીં તો બે મિનિટના રોલ માટે હીરો સાથે સૂવાની થાળી મળતી હતી… આ મારી પોતાની થાળી છે જયા જી, તમારી નથી. જોકે ભાજપ સાંસદ રવિ કિશને સંસદમાં કંગનાના સમર્થનમાં નિવેદન આપ્યું હતું. આ અંગે જયા બચ્ચને કહ્યું હતું કે તમે જે થાળીમાં જમો છો, એમાં છેદ ન કરી શકો.

2. બાબરી ઢાંચો તોડી પાડવાના કેસમાં નિર્ણયનો સમય આવી ગયો
અયોધ્યામાં બાબરી ઢાંચો તોડી પાડવાના કેસમાં લખનઉની વિશેષ કોર્ટનો નિર્ણય 30 સપ્ટેમ્બરે આવશે. 27 વર્ષ પહેલાં અયોધ્યામાં 6 ડિસેમ્બર 1992ના રોજ કારસેવકોએ બાબરી મસ્જિદને તોડી પાડી હતી. આ કેસમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સહિત ઘણા દિગ્ગજ નેતા આરોપીઓ છે. તમામને નિર્ણય વખતે કોર્ટમાં હાજર રહેવું પડશે.(વાંચો વિગતવાર)

3. બોફોર્સ તોપ હવે લદાખમાં તહેનાત થશે
21 વર્ષ પહેલાં પાકિસ્તાન વિરુદ્ધ કારગિલ યુદ્ધમાં મહત્ત્વની ભૂમિકા અદા કરાનાર બોફોર્સ તોપ હવે લદાખમાં તહેનાત થશે. સેનાના એન્જિનિયર બોફોર્સ તોપની સર્વિસિંગમાં લાગી ગયા છે. ભારત-ચીન સીમા પર છેલ્લા 20 દિવસમાં ત્રણ વખત ફાયરિંગ થયું. આ કારણે તણાવ ચરમસીમાએ છે.

4. SBIએ ATMથી પૈસા કાઢવાનો નિર્ણય બદલ્યો
SBIએ ATMથી હવે 10 હજાર રૂપિયા અથવા એનાથી વધુ રકમ OTP નાખીને કાઢવાનો નિર્ણય કર્યો છે. ઓટીપી રજિસ્ટર્ડ નંબર પર આવશે. પહેલાં આ નિયમ રાતે 10 વાગ્યા પછી લાગુ થતો હતો. 18 સપ્ટેમ્બરથી 24×7 લાગુ કરવામાં આવી રહ્યો છે. છેતરપિંડી અટકાવવા માટે આવું કરવામાં આવ્યું છે.

5. ચીનનો મુદ્દો
ચીન સાથે તણાવ દરમિયાન ગલવાન ઘાટીમાં ફાયરિંગ નહોતું થયું, પણ મોત થયાં. તો આ તરફ પેન્ગોન્ગમાં ફાયરિંગ થયું. આ ઘટના અને હરકતો જણાવે છે કે ચીન સાથે સમજૂતી, સંધિઓ, કવાયત કામ કરી રહી નથી. રક્ષામંત્રી રાજનાથ સિંહે મંગળવારે સંસદમાં કહ્યું હતું કે આ વખત પરિસ્થિતિ પહેલાં કરતાં અલગ છે. રિટાયર્ડ લેફ્ટિનન્ટ જનરલ સતીશ દુઆએ આ નિવેદનનો અર્થ સમજાવ્યો.

6. રાજસ્થાનમાં બોટ પલટી, 11નાં મોત
રાજસ્થાનમાં ચંબલ નદીમાં બોટ પલટી ખાઈ જતાં 11 લોકોનાં મોત થયાં છે. ઘટના કોટા જિલ્લાના ઈટાવા પાસે ઘટી છે. બોટ 25 લોકોનો ભાર ઉઠાવી શકતી હતી, પણ એમાં 40 લોકો સવાર હતા. 14 બાઈક પણ રાખવામાં આવી હતી. 4 યુવકોએ 25 લોકોના જીવ બચાવ્યા. તેમણે જણાવ્યું હતું કે ના પાડવા છતાં લોકો બળજબરી બોટ પર ચઢી ગયા હતા.

7. પાકિસ્તાને ભારતના 45 માછીમારનું અપહરણ કર્યું
પાકિસ્તાને બુધવારે ભારતને ઉશ્કેરવાની હરકત કરી છે. તેની નૌસેનાએ ગુજરાત પાસે આવેલી ભારતીય જળ સીમામાં ઘૂસીને 8 બોટમાં સવાર 45 માછીમારનું અપહરણ કર્યું છે, જેમાંથી 6 બોટ પોરબંદરની અને 2 વેરાવળની હતી. મળતી માહિતી પ્રમાણે, તમામ માછીમારોને કરાંચી પોર્ટ લઈ જવાયા છે.

હવે 17 સપ્ટેમ્બરનો ઈતિહાસ

  • 1630- અમેરિકાના બોસ્ટન શહેરની સ્થાપના થઈ.
  • 1948- હૈદરાબાદ રજવાડાનો ભારતમાં વિલય થયો.
  • 1949- દક્ષિણ ભારતના રાજકીય દળ દ્રવિડ મુન્નેત્ર કઝગમની સ્થાપના થઈ.
  • 1982- ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચ રમાઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.