બિહાર વિ ચૂંટણી: જેડીયૂએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી

મોકામાથી રાજીવ લોચનને મળી ટિકિટ
જનતા દળ (યુનાઇટેડ) એ બિહાર વિધાનસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સીએમ નીતીશ કુમારે સૂર્યગઢાથી રામાનંદને, અગિયાંવથી પ્રભુ રામ, કરહગરથી વિશેષ્ઠ સિંહ, જગદૃીશપુરથી કુસુમ લતા કુશવાહા, ઝાઝાથી દૃામોદર રાવત, મોકામાથી રાજીવ લોચન, બરબીઘાથી સુદર્શનને જેડીયૂનો પ્રતીક આપ્યો હતો.

જેડીયુ અને ભાજપ તરફથી બેઠકોની વહેંચણી કરી દૃેવામાં આવી છે. રવિવારે ભાજપ અને જેડીયુએ પોતાના ભાગની કેટલીંક બેઠકો માટે ઉમેદવારોને ફોન કરીને ઉમેદવારી નોંધાવવા માટેની તૈયારી કરવા જણાવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું છે કે પહેલા ચરણની બેઠકો પર એનડીએના ઉમેદવારો ૬ ઓક્ટોબરથી ઉમેદવારી નોંધાવી શકશે. નામ નોંધાવવાની અંતિમ તારીખે એટલે કે ૮ ઓક્ટોબરના રોજ એનડીએના ઘણા ઉમેદવારો ઉમેદવારી પાત્ર ભરશે.

ઉલ્લેખનીય છે કે બિહારમાં પહેલા ચરણની ચૂંટણી માટે નામાંકન શરૂ થઇ ગયું છે, પહેલા તબક્કામાં ૧૬ જિલ્લાઓની ૭૧ બેઠકો પર ચૂંટણી યોજાશે. ગત ચૂંટણીમાં આ બેઠકો પર મહાગઠબંધનને શાનદૃાર પ્રદર્શન કર્યું હતું. આરજેડીનાં ૫, જેડીયુના ૨૧, કોંગ્રેસે ૮ બેઠકો જીતી હતી. તો ભાજપે ૧૪ બેઠકો જીતી હતી. તો સાથે સાથે હમ, સીપીઆઇ અને અપક્ષ ઉમેદૃવારોએ પણ એક એક બેઠકો જીતી હતી.