બિહાર ચૂંટણી પ્રચારમાં ગયેલા મનોજ તિવારીનું હેલિકોપ્ટર સંપર્કથી તુટતા ખળભળાટ મચ્યો

બિહારમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાંસદ મનોજ તિવારીનું હેલિકોપ્ટરનો સંપર્ક તૂટી ગયો. ત્યારબાદ પટનામાં હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું. કહેવાય છે કે મનોજ તિવારી પટનાથી મોતિહારી ચૂંટણી પ્રચાર કરવા જઇ રહૃાા હતા. બધાની વચ્ચે રાહતની વાત એ છે કે હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે.

મળતી માહિતી પ્રમાણે પટના એરપોર્ટથી બેહટિયા એરપોર્ટ માટે ભાજપ સાંસદ મનોજ તિવારીના હેલિકોપ્ટરે ઉડાન ભરી. ઉડાન ભરતા જ હેલિકોપ્ટરનો સંપર્ક તૂટી ગયો. ૪૦ મિનિટ સુધી સંપર્ક વગર રહૃાા બાદૃ મનોજ તિવારીનું હેલિકોપ્ટર ફરીથી પટના એરપોર્ટ પહોંચ્યું, જ્યાં તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું. હેલિકોપ્ટરના રેડિયોમાં ટેકનિકલ મુશ્કેલી આવી હતી.

પહેલો મોકો હતો જ્યારે કોઇ હેલિકોપ્ટર પ્રસ્થાન ક્ષેત્રની ઉપર આવી ગયું અને કેટલાંય ચક્કર લગાવ્યા. પહેલાં તો એરપોર્ટ ઓથોરિટીને કંઇ સમજાયું નહોતું અને આનન-ફાનનમાં તમામ વિમાનની અવરજવરને રોકી દીધી. ત્યારબાદ હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું. તમામ પેસેન્જર સુરક્ષિત છે.
આપને જણાવી દઇએ કે ભોજપુરી સિને સ્ટાર અને સાંસદ મનોજ તિવારી, ભાજપના સ્ટાર પ્રચારકોમાંથી એક છે. અહીં દરરોજ જનસભા અને જનસંપર્ક કરીને લોકોને એનડીએ ઉમેદવારોના પક્ષમાં વોટ આપવાની અપીલ કરી રહૃાા છે. બિહારમાં મનોજ તિવારીની જબરદસ્ત ફેન ફોલોઇંગ છે, જેનો ફાયદો એનડીએ ઉઠાવા માંગે છે.