ફ્રાન્સમાં કોરોના કેસ વધતાં ફરી લૉકડાઉન લાગુ કરાયુ: રાષ્ટ્રપતિની જાહેરાત

આજે સમગ્ર વિશ્ર્વમાં કોરોનાનો કહેર જોવા મળી રહૃાો છે. આજે કોરોનાનાં કેસમાં અમેરિકા પ્રથમ અને ભારત બીજા નંબર પર છે. મળી રહેલી માહિતી અનુસાર હજુ કોરોનાની બીજી લહેર ડિસેમ્બરમાં પરત ફરે તેવી આશંકાઓ છે. જેના સંકેતો આજથી જોવા મળી રહૃાા છે. જણાવી દઇએ કે, ફ્રાન્સમાં ફરી કોરોના વાયરસનાં કેસો વધી રહૃાા છે.

આવી સ્થિતિમાં, એકવાર ફરીથી ફ્રાન્સમાં લોકડાઉન પરત ફર્યુ છે. ફ્રાન્સની સરકારને ઝડપથી વધી રહેલા કેસોને નિયંત્રિત કરવા માટે એકવાર ફરીથી દેશભરમાં નવા લોકડાઉનને લાગુ કરવાની ફરજ પડી છે, જેનો શુક્રવારથી અમલ કરવામાં આવશે. ફ્રાંસનાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને બુધવારે સાંજે તેની જાહેરાત કરી હતી. દેશને સંબોધન કરતાં તેમણે કહૃાું કે, નવા લોકડાઉનમાં ઘરની બહાર જવા માટે માત્ર અધિકૃત પરવાનગી આપવામાં આવશે. આ સિવાય ઘરની બહાર કામ પર જવા માટે તબીબી, નિમણૂક માટે, ટેકો પૂરો પાડવા અને ખરીદી કરવા જવાની મંજૂરી આપવામાં આવશે.

ફ્રાન્સનાં રાષ્ટ્રપતિએ કહૃાુ કે, આ વખતે નર્સરી, પ્રાથમિક શાળા અને મધ્યમ શાળા અગાઉનાં લોકડાઉનની તુલનામાં ખુલ્લી રહેશે. તેમણે કહૃાું, આપણા દેશનાં બાળકો શાળા પ્રણાલી સાથે સંપર્કમાં રહેશે અને શિક્ષણથી વંચિત રહેશે નહીં. ફ્રાન્સમાં છેલ્લા ૨૪ કલાક દૃરમિયાન, ૫૨૩ લોકોનાં મોત કોરોના ચેપને કારણે થયા છે અને ૩૩,૪૧૭ લોકોને ચેપ લાગ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW