દેશમાં હવે નાક દ્વારા અપાતી કોરોનાની રસીના ટ્રાયલની તૈયારી

સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધનનું મોટું નિવેદન

ભારતમાં રસીનું કામ જોરશોરથી ચાલી રહૃાું છે અને હવે ટૂંક સમયમાં જ ઇન્ટ્રાનાસલ વેકસીનનું ટ્રાયલ પણ શરૂ કરાશે. આ માહિતી સરકારની તરફથી અપાઇ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધનએ કહૃાું કે રેગ્યુલેટરી મંજૂરી મળતા જ સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેક નાક દ્વારા અપાતી રસીનું ટ્રાયલ શરૂ કરાશે. હાલ ભારતમાં નેસલ રસી પર કોઇ ટ્રાયલ ચાલી રહૃાું નથી.

નાસલ કોરોના વાયરસ વેકસીનને લઇ ભારત બાયોટેકે વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિન અને સેન્ટ લુઇસ યુનિવર્સિટીની સાથે એક કરાર કર્યો છે. ડૉ.હર્ષવર્ધન એ કહૃાું કે ભારત બાયોટેકે વોશિંગ્ટન યુનિવર્સિટીના સ્કૂલ ઓફ મેડિસિનની સાથે એક કરાર કર્યો છે. તેના અંતર્ગત કંપની માટે ઇન્ટ્રાનાસલ વેકસીનનું ટ્રાયલ, ઉત્પાદન અને વેપાર કરશે.

ડૉ.હર્ષવર્ધન એ કહૃાું કે સીરમ ઇન્સ્ટિટ્યુટ અને ભારત બાયોટેક પોતાની નાસલ કોરોના વાયરસ વેક્સીનને લેટ સ્ટેજ ટ્રાયલ ભારતમાં ટૂંક સમયમાં શરૂ કરશે જેમાં ૩૦૦૦૦ થી ૪૦૦૦૦ સુધી વોલેન્ટિયર્સ સામેલ થઇ શકશે. ડબ્લ્યુએચઓના મતે દુનિયાભરમાં રસી પોતાના ત્રીજા તબક્કાના ટ્રાયલમાં છે અને આ તમામ રસી ઇંજેકશનવાળી છે.

આપને જણાવી દઇએ કે ભારતના ડૉ.રેડ્ડીઝ લેબ અને રશિયન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ ફંડને પણ ભારતમાં વેક્સીનના લેટ સ્ટેજ ક્લીનિકલ ટ્રાયલ કરવાની મંજૂરી મળી ચૂકી છે. આની પહેલાં મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો કે રશિયામાં આ રસીનું પહેલાં અને બીજા તબક્કાનું ટ્રાયલ ખૂબ ઓછા લોકો પર કરાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW