દિલ્હીમાં હવા ભયજનક સ્તરે: એર ક્વૉલિટી ઇન્ડેક્સ ૩૩૨ની સપાટીએ

પાટનગર નવી દિલ્હીની હવા દિવસે દિવસે વધુ ને વધુ દૃૂષિત થઇ રહી હતી. સોમવારે સવારે દસ વાગ્યે એર ક્વોલિટી ઇનન્ડેક્સ ૨૪૦ હતો જે માણસો તથા જીવસૃષ્ટિ માટે ભયજનક ગણાય. આજે મંગળવારે સવારે એર ક્વોલિટી ઇન્ડેક્સ ૩૩૨નો હતો એટલે કે ચોવીસ કલાકમાં પ્રદૃૂષણ વધી ગયું હતું.

આમ તો ગયા સપ્તાહેજ હવામાન ખાતાએ આગાહી કરી હતી કે પંજાબ સહિત પાડોશનાં રાજ્યોમાં બેફામ પરાળ બાળવાની ઘટના વધી હોવાથી પાટનગર નવી દિલ્હીની હવા દૃૂષિત થવાની શક્યતા હતી.

દિલ્હીની હવાની ગુણવત્તા જૂનની ૨૯મી પછી ઓક્ટોબરની સાતમીએ પહેલીવાર ખરાબ થઇ હતી અને કેન્દ્રીય પ્રદૃૂષણ બોર્ડે ત્યારેજ એવી ચેતવણી ઉચ્ચારી હતી કે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં જે રીતે પરાળ બાળવાની ઘટના બની રહી હતી એ જોતાં દિૃલ્હીમાં વાયુ પ્રદૃૂષણ ખૂબ વધી જશે.

કેન્દ્રીય પ્રદૃૂષણ બોર્ડના આંકડા મુજબ મંગળવારે સવારે દિલ્હી-એનસીઆરમાં પીએમ-૧૦નું સ્તર દૃર ઘનમીટરે ૩૩૨ માઇક્રોગ્રામ હતું જે આ ઋતુમાં સૌથી વધુ હતું. ભારતમાં સામાન્ય રીતે પીએમ-૧૦નું સ્તર ૧૦૦ માઇક્રોગ્રામ સુધી સુરક્ષિત ગણાય છે. અત્યારે ૩૦૦થી પણ ઉપર હતું જે આરોગ્ય માટે ખૂબ જોખમી હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.