…તો ડિસેમ્બર મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહમાં ભારત પાસે કોરોના વેક્સિન હશે.!

દેશમાં કોરોના સંક્રમણના વધી રહેલા મામલાઓ વચ્ચે ભારત માટે રાહતરુપ ખબર આવી છે.કોરોનાની રસી બનાવી રહેલા સીરમ ઈન્સ્ટિટ્યુટના સીઈઓ આદર પૂનાવાલાએ ભારતમાં કોરોનાની રસી ક્યારે આવશે તે અંગે મહત્વપૂર્ણ જાણકારી શેર કરી છે.

પૂનાવાલાનુ કહેવુ છે કે, આ વર્ષે જ ડિસેમ્બર મહિના સુધીમાં કોરોનાની રસી તૈયાર થઈ જશે.જોકે વેક્સિન બનીને તૈયાર થાય તે બાબત ઘણા ખરા અંશે બ્રિટનના ટેસ્ટિંગ અને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની મંજૂરી પર આધાર રાખે છે. સિરમ ઈન્સ્ટિટ્યુટ દ્વારા બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી અને અન્ય દવા કંપની દ્વારા બનાવાયેલી રસી પર સંયુક્ત રીતે કામ થઈ રહૃાુ છે ત્યારે પૂનાવાલાનુ કહેવુ છે કે, બ્રિટનમાં આ રસીની એડવાન્સ ટ્રાયલ ચાલી રહી છે.

તેમના મતે જો બ્રિટન ડેટા શેર કરશે તો ઈમરજન્સી ટ્રાયલ માટે સ્વાસ્થ્ય મંત્રાલય સમક્ષ અરજી કરવામાં આવશે.જેને મંજૂરી મળતા જ ભારતમાં રસીનુ ટેસ્ટિંગ કરી શકાશે.આ ટેસ્ટિંગમાં સારા પરિણામ મળ્યા તો ડિસેમ્બર મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહમાં ભારત પાસે કોરોના વેક્સિન હશે.

પૂનાવાલાએ કહૃાુ હતુ કે, કોરોનાની ઓક્સફર્ડ વેક્સિનના ૧૦૦ મિલિયન ડોઝ આગામી વર્ષના બીજા કે ત્રીજા ક્વાર્ટર સુધીમાં ઉપલબ્ધ થાય તેવી શક્યતા છે.આ વે્કસિન બહુ સસ્તી હશે.

સીરમ ઈન્સ્ટિટ્યુટમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીની વેક્સિન પર તેમજ અન્ય એક વેક્સિન પર પણ કામ ચાલી રહૃાુ છે.આખી દુનિયામાં લગભગ ૧૫૦ વેક્સિન પર હાલમાં સંશોધન ચાલી રહૃાુ છે.જેમાંથી ૩૮ વેક્સિનની ત્રીજા સ્ટેજની ટ્રાયલ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW