ટ્વિટરે જમ્મુ-કાશ્મીરને ચીનનો હિસ્સો ગણાવતા યુઝર્સ રોષે ભરાયા

સોશ્યલ મીડિયા સાઈટ ટ્વિટર વધુ એક વિવાદમાં ઘેરાઈ છે.ટ્વિટર પર લાઈવ બ્રોડકાસ્ટ દરમિયાન જમ્મુ-કાશ્મીરને ચીનનો હિસ્સો બતાવવામાં આવ્યો છે.જેને લઈને ડિફેન્સ એનાલિસ્ટ નિતિન ગોખલેએ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદૃને ફરિયાદૃ પણ કરી છે.

બીજી તરફ યુઝર્સ પણ ટ્વિટર સામે રોષ વ્યક્ત કરી રહૃાા છે.તેમનુ કહેવુ છે કે, ટ્વિટરના હોલ ઓફ ફેમ ફીચરમાં લેહ સિલેક્ટ કરવામાં આવે તો લોકેશનમાં જમ્મુ કાશ્મીર , પિપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના દેખાડવામાં આવી રહૃાુ છે.જ્યારે ફરી વખત આ ફિચરને ટેસ્ટ કરવામાં આવ્યુ ત્યારે પણ આ જ રિઝલ્ટ આવ્યુ હતુ.

નીતિન ગોખલેએ આ જાણકાકરી આપ્યા બાદ ટ્વિટર યુઝર્સ પણ તેને સમર્થન આપી રહૃાા છે.લોકોએ કહૃાુ હતુ કે, આ વાત સાચી છે અને આ જ પ્રકારનુ લોકેશન બીજા યુઝર્સને પણ જોવા મળી રહૃાુ છે.આ પહેલા ૨૦૧૨માં પણ ફરિયાદ ઉઠી હતી કે, ટ્વિટર પર જમ્મુ-કાશ્મીરને ચીનનો હિસ્સો બતાવવામાં આવી રહૃાુ છે.

દરમિયાન ટ્વિટરે લૂલો બચાવ કરતા કહૃાુ છે કે, આ ટેકનિકલ ખામી છે અને તેને વહેલી તકે સુધારી લેવામાં આવશે.