કોરોના વેક્સીન મામલે ભારતના કદમના હુંએ કર્યા વખાણ અને માન્યો આભાર

કોરોના મહામારી કાળમાં ભારતે અન્ય દેશોની સરખામણીએ મોટી સફળતા હાંસલ કરી છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં મૃતાંક અને લોકડાઉનના આકરા પાલન થી લઈને કોરોનાની રસી વિકસીત કરવામાં મહત્વની ભૂમિકા રહી છે. દુનિયા આખીએ ભારતની સકારાત્મક નોંધ લીધી છે. હું પણ ભારત પર આફરીન થયા છે. વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન કોરોના મહામારીમાં અગત્યની ભૂમિકા નિભાવી રહૃાું છે. ડબલ્યુએચઓના પ્રમુખ ટેડ્રોસ એડમનએ હિન્દૃીમાં ટ્વિટ કરીને ભારતનો આભાર વ્યક્ત કર્યો છે. કોરોના વેક્સીન મળવાને અને તેના વિતરણ સાથે સંકળાયેલા મુદ્દે ડબલ્યુએચઓના પ્રમુખે ભારતના વખાણ કર્યા છે. ડબલ્યુએચઓના પ્રમુખે કહૃાું હતું કે, ધન્યવાદ! ભારત અને દક્ષિણ આફ્રિકા.

બૌદ્ધિક સંપદાના મુદ્દે કોરોનાના સંદર્ભમાં પુનર્વિચારની ભલામણ કરવા માટેપજેથી કરીને વેક્સીન, દવા વગેરે ઓછા ભાવે પુરી પાડી કરાવી શકાય. આ એક પ્રશંસનીય પગલું છે. ઓક્ટોબરની શરૂઆતમાં ભારતે વિશ્ર્વ વ્યાપાર સંગઠનને કહૃાું હતું કે, વિકાસશીલ દેશો માટે કોવિડ ૧૯ દવાઓના નિર્માણ અને તેની આયાતને સરળ બનાવવા માટે બૌદ્ધિક સંપદા નિયમોમાં થોડા સમય રાહત આપવી જોઈએ.

આ સંબંધમાં ભારત અને દક્ષિણ આફ્રિકાએ ડબલ્યુટીઓને પત્ર પણ લખ્યો હતો. ૨ ઓક્ટોબરના રોજ લખવામાં આવેલા પત્રમાં બંને દેશોએ ડબલ્યુટીઓથી બૌદ્ધિક સંપદાના વ્યાપાર સંબંધિત પાસાઓ પર સમૂજતીના મામલે છૂટ આપવાનું આહવાન કર્યું હતું. તે વૈશ્ર્વિક સ્તર પર પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ અને અન્ય બૌદ્ધિક સંપદાના નિયમોને નિયંત્રિત કરે છે. ડબલ્યુટીઓની વેબસાઇટ પર પ્રકાશિત પત્રમાં કહેવામાં આવ્યું હતુ કે, નવા ડાયગ્નોસ્ટિકના રૂપમાં કોરોના વાયરસ માટે મેડિકલ વ્યવસ્થા અને વેક્સીન વિકસિત કરવામાં આવી છે. આ ક્ષેત્રમાં અનેક પ્રકારની ચિંતાઓ પણ છે. જેમ કે કેવી રીતે જલ્દૃીથી પૂરતી માત્રામાં અને વૈશ્ર્વિક માંગને પહોંચી વળવા સસ્તા ભાવે વેક્સીન પુરી પાડવામાં આવે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW