ઈંગ્લેન્ડ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી ડેવિડ વિલી થયો કોરોના સંક્રમિત

કોરોના કાળમાં ધીમે-ધીમે ક્રિકેટની વાપસી થઈ રહી છે. પરંતુ કોરોનાની માર ક્રિકેટ સ્પર્ધાની સાથે-સાથે ક્રિકેટરો પર પણ પડી રહી છે. આ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. ઈંગ્લેન્ડ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી ડેવિડ વિલીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વિલી આ દિૃવસોમાં ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટની ટી૨૦ બ્લાસ્ટ ટૂર્નામેન્ટ રમી રહૃાો છે. ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં ક્રિકેટ બાયો બબલમાં રમાઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડે હાલમાં પોતાની ધરતી પર ઘણી સિરીઝ રમી છે. આ દૃરમિયાન આયર્લેન્ડ વિરુદ્ધ રમાયેલી વનડે સિરીઝમાં ડેવિડ વિલી પણ રમ્યો હતો. આ સિરીઝમાં વિલીએ શાનદૃાર પ્રદૃર્શન કરતા પાંચ વિકેટ ઝડપી હતી. ત્યારબાદૃ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં વિલીને બહાર કરી દૃેવામાં આવ્યો હતો. તેવામાં કાઉન્ટી ક્રિકેટની ટી૨૦ બ્લાસ્ટ સ્પર્ધામાં રમવા માટે વિલી યોર્કશાયર ટીમમાં સામેલ થયો હતો. હવે વિલી કોરોનાથી સંક્રમિત થતાં તેની ટીમમાં પણ હલચલ મચી ગઈ છે.

આ વાતની જાણકારી આઈસીસીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આપી છે. વિલીએ કહૃાુ કે, જે લોકો મારા સંપર્કમાં આવ્યા તે પોતાનો ટેસ્ટ જલદૃી કરાવે. હકીકતમાં ડેવિડ વિલી સિવાય તેની પત્ની પણ કોરોનાથી સંક્રમિત થઈ છે. તો બીજીતરફ જૈવ સુરક્ષિત વાતાવરણમાંથી બહાર નિકળીને યોર્કશાયરના ત્રણ ખેલાડી પણ વિલીના સંપર્કમાં આવ્યા હતા. જેમાં ટોમ કોલ્હાર-કૈડમાર, મેથ્યૂ ફિશર અને જોશ પોસ્ડન સામેલ છે. આ ત્રણેય ખેલાડીઓને પણ સેલ્ફ આઈસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.