ઇસ્લામોફોબિયા: ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ઇમરાનખાનને આપ્યો જડબાતોડ જવાબ

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનએ ઇસ્લામ પર પ્રહારો કરવાના આરોપ પર પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન ને જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે અંગ્રેજી અને ઉર્દૃૂમાં ટ્વીટ કરીને કહૃાું કે શાંતિની ભાવનામાં તમામ મતભેદોનું સમ્માન કરે છે. આની પહેલાં પાકિસ્તાનના પીએમ એ ટ્વીટ કરીને ઇમેન્યુઅલ મેક્રોન પર ઇસ્લામોફોબિયાને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂકયો હતો. ત્યારબાદ ઇમેન્યુઅલ મેક્રોનએ ટ્વિટ કરીને કહૃાું,

અમે ક્યારેય આવું થવા દઈશું નહીં. અમે શાંતિની ભાવનામાં તમામ મતભેદોનું સમ્માન કરીએ છીએ. અમે અભદ્ર ભાષાનો સ્વીકાર કરતા નથી અને તર્કસંગત દલીલનો બચાવ કરીએ છીએ. અમે હંમેશાં માનવીય ગરિમા અને સાર્વભૌમિક મૂલ્યો માટે ઉભા રહીશું. ઇમરાન ખાને કહૃાું હતું કે, રાષ્ટ્રપતિ મેક્રોન જાતિવાદ અને ધ્રુવીકરણને દૃૂર કરવાને બદલે આતંકવાદીઓને હિલીંગ ટચ અને અસ્વીકૃત જગ્યા આપવામાં રોકાયેલા છે,

જે ચોક્કસપણે તેમની કટ્ટરવાદી વિચારસરણી દર્શાવે છે. એ દૃુર્ભાગ્યપૂર્ણ છે કે રાષ્ટ્રપતિ મેક્રોન હિંસા કરનારા આતંકવાદીઓને બદલે ઇસ્લામ પર પ્રહારો કરીને ઇસ્લામોફોબીયાને પ્રોત્સાહિત કરી રહૃાા છે. અફસોસની વાત એ છે કે રાષ્ટ્રપતિ મેક્રોનએ ઇસ્લામ અને ઇસ્લામના રહનુમા પયગંબર સાહેને નિશાન બનાવનાર કાર્ટુનના પ્રદર્શનને પ્રોત્સાહન આપી રહૃાા છે અને ઇરાદાપૂર્વક મુસ્લિમોને ભડકાવવા પર મજબૂર કરી રહૃાા છે. તેમણે આગળ કહૃાું, ‘ફ્રાન્સના રાષ્ટ્રપતિને ઇસ્લામ વિશે કોઈ સમજ નથી, તેમ છતાં તેમણે યુરોપ અને વિશ્ર્વના લાખો મુસ્લિમોની ભાવનાઓ પર હુમલો કર્યો અને ઠેસ પહોંચાડી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW