૩૮ લાખના ડ્રગ્સ કેસમા આરોપી જાવેદ અલી સૈયદની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી

ગુજરાતમાં ડ્રગ માફિયાઓ સક્રિય બન્યાં છે. પોલીસે પણ રાજ્યમાં નશીલા માદક પદૃાર્થોના ઉત્પાદૃન અને વેચાણને રોકવા ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં ૩૮ લાખની કિંમતનું એમ.ડી ડ્રગ્સ પકડી પાડ્યું હતું અને આ કારોબારમાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ પણ કરી હતી. હવે આ કેસમાં જાવેદ અલી સૈયદના ૩૦ દિવસના વચગાળાના જામીન માટેની અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.

અમદાવાદમાં દૃાણીલીમડા ઢોર બજાર ચાર રસ્તા થી શાસ્ત્રી બ્રિજ તરફ જતા બે શખ્સો ડ્રગ્સ સપ્લાય કરતા હોવાની બાતમી એટીએસને મળી હતી. એટીએસની ટીમે બાતમીને આધારે આ રસ્તે જઈ રહેલી સ્વિફટ કારને પકડી પાડી હતી. જેમાં નસરુદ્દીન ઉર્ફે નાું મહેમુદ કઠિયારા અને જાવેદ અલી લિયાકત અલી સૈયદને પકડી પાડયા હતા. તેમની કારમાંથી ૩૮ લાખની કિંમતનું ૩૮૦ ગ્રામ એમ.ડી ડ્રગ પકડાયું હતું. આ જથ્થો મધ્યપ્રદેશના પ્રતાપગઢના અકબર ખાન પઠાણ મારતે ઇન્દૃોરથી ખરીદી કરી હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે એટીએસ એ વઘુ તપાસ હાથ ધરી હતી.