સ્વીમીંગના બહાને બે બાળકો પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અચરનાર બે ની કરાઈ ધરપકડ

રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતા ૧૩ અને ૧૧ વર્ષીય બે બાળકને નહાવા માટે તરતા શીખડાવવાના બહાને અવાવરૂ જેવા સ્થળે લઈ જઈ બે શખ્સો રૈયાધાર બાર માળ ક્વાર્ટરમાં દસમા માળે ક્વાર્ટર નંબર ૧૦૦૬માં રહેતા પ્રશાંત સુરેશભાઈ સોલંકી તથા રૈયાધાર મફતીયામાં રહેતા સગીર વયના શખસે બન્ને બાળકો પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાનો બનાવ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાતા બન્નેની ધરપકડ કરાઈ છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે ભોગ બનનાર બન્ને બાળકો અને આરોપીઓ નજીક નજીકમાં રહેતા હોવાથી એકબીજાથી પરિચિત પણ હતા. એક બાળક આઠ અને બીજો ધોરણ ૬માં અભ્યાસ કરે છે.

ગત તા.૨૮ના રોજ બન્ને બાળકો રમતા હતા ત્યારે પ્રશાંત અને સગીર વયનો આરોપી આવ્યા અને ચાલો ન્હાવા જઈએ કહેતા બન્ને બાળકોએ પોતાને તરતા નથી આવડતું જેથી બન્ને આરોપીઓએ અમે શીખડાવું કહી બન્ને બાળકો સાથે રૈયાધાર પાસે ફિલ્ડર પાસે ખાડામાં નહાવા લઈ જવાના બહાને લઈ ગયા હતા. બન્ને બાળકોને ધમકાવી બન્ને શખસોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. બન્ને બાળકો પીડાને લઈને રડવા લાગ્યા હતા. જેથી જો કોઈને કહેશો તો ખાડામાં નાખી દેશું મારી નાંખશું કહી ધમકી આપી હતી અને પરત ઘરે લઈ આવ્યા હતા. ઘટના બાદ તેર વર્ષનો બાળક ગુમસુમ રહેતો હોવાથી તેના માતા, પિતા અવારનવાર શું થયું શું થયું તે વિશે પુછતા હતા.

અંતે બાળકે પોતે નહીં કહે કહી ૧૧ વર્ષના બાળકને પુછો કહૃાું હતું. જેથી એ બાળકની માતા ભોગ બનનાર અન્ય બાળકના ઘરે આવી હતી. બાળકને ફોસલાવતા તેણે આખી ઘટના વર્ણવી હતી. જેથી બન્ને બાળકોના માતા, પિતા પરિવાર પણ ચોંકી ઉઠ્યો હતો. બનાવના પગલે યુનિવર્સિટી પોલીસ મથકે દોડી આવ્યા હતા. જ્યાં પીઆઈ.એ.એસ.ચાવડા, રાઈટર ગીરીરાજિંસહ ઝાલા સહિતના સ્ટાફે બન્ને શખસો સામે ગુનો નોંધી બન્ને સકંજામાં લીધા હતા. જેમાં પ્રશાંત પુખ્ત અને અન્ય એક આરોપી સગીર વયનો નીકળ્યો હતો. બન્નેના રિપોર્ટ નેગેટીવ આવતા ધરપકડ કરાઈ હતી.