સુરત પોલીસે અફીણ અને પોષ જોજ સહિત ૩.૨૨ લાખના નશીલા પદાર્થ સાથે બેને ઝડપી પાડ્યા

સુરતમાં પોલીસ દ્વારા નશાનો કારોબાર ચલાવનારા સામે અભિયાન ચલાવવામાં આવી રહૃાું છે. ડ્રગ્સ, ગાંજા સહિતના નશાનો વેપાર કરનાર સામે પોલીસ લાલ આંખ કરી રહી છે. ત્યારે વરાછા પોલોસે બાતમીમાં આધારે માદક પદાર્થનો વેપલો કરતા બે ઈસમોને ઝડપી પાડ્યાં છે. આ બન્ને આરોપીઓ પાસેથી ઘનશ્યાનગરમાં આવેલા ખાતામાં અફીણ અને પોષ જોજા સહિત ઘાટુ પ્રવાહી મળી આવ્યું છે. કુલ ૩.૨૨ લાખથી વધુના નશીલા પદાર્થો સાથે બે વ્યક્તિઓને ઝડપી લઇને પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ આ લોકો નશાનો માલ ક્યાંથી લાવ્યા અને કોને વેચવાના હોય છે તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વરાછા પોલોસ મથકની હદૃમા પણ માદક પદાર્થનો વેપલો થઈ રહૃાો છે.વરાછાના ઘનશ્યામનગરની શેરી નંબર ૧૧ના ખાતા નંબર ૨૭૦ના ચોથા માળે અફિણ વેચાય છે તેવી બાતમી મળી હોવાના આધારે સર્વેલન્સ સ્ટાફે પોષ ડોડાઓ અને કથ્થઈ કલરનું ઘાટુ પ્રવાહી મળી આવ્યા હતું. એક ઇસમ તે સાચવીને બેઠો હતો. જેમાં પોષ ડોડાનું વજન ૬,૬૬૮ કિલો ગ્રામ થયું હતું. જેની કિંમત ૨૦,૦૦૪ થાય છે સાથે ડોડાના ભુક્કાનું વજન ૦.૫૧૨ ગ્રામ થયું હતું. જેની કિંમત ૧,૫૩૬ થાય છે અને કથ્થઈ કલરનું ઘાટું પ્રવાહીનો વજન ૪૭૭ ગ્રામ થાય છે. જે અફીણ હોવાનું સામે આવ્યું હતું અને તેમની કિંમત ૪૭,૭૦૦ થાય છે.

આરોપીની પૂછપરછ કરતા જેમની પાસેથી માલ ખરીદી કરી તે ડિંડોલી ખાતે રહેતો હોવાનું જણાવ્યું હતું. જેથી વરાછા પોલીસ મથક માં સર્વેલન્સ સ્ટાફના જવાનો તાત્કાલિક ડિંડોલીના મહાદેવ નગર-૨ માં દૃુકાન નમ્બર ૬૧૭ સાવરિયા ગ્લાસ નામની દુકાનમા રેડ કરતા દુકાનમાંથી પોષ ડોડાઓ જેમનું વજન ૧૫,૯૩૫ થાય છે અને તેની કિંમત ૪૭,૮૦૫ થાય છે સાથે જ કથ્થઈ કલરનું ઘાટું પ્રવાહી ૨૨૫ ગ્રામ છે જેની કિંમત ૨૨,૫૦૦ છે આમ તમામ મુદામાલ સાથે અન્ય એક આરોપીની ધરપકડ કરી હતી.