સુરતમાં પોલીસે જપ્ત કરેલા વાહનોમાં આગ લાગી, ૮ વાહન બળીને ખાખ

dainikbhaskar.com

સુરતમાં આગની ઘટનાઓમાં સતત વધારો થઈ રહૃાો છે. અલગ-અલગ જગ્યા પર આગની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે સુરતના લીંબાયત વિસ્તારમાં નારાયણ નગરમાં પોલીસ દ્વારા જપ્ત કરાયેલા વાહનોમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જો કે, આ ઘટનાની જાણ થતા ફાયર કાફલો તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ફાયરના જવાનોએ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આ ઘટનામાં આઠ જેટલા વાહનો આગમાં બળીને ખાખ થઇ ગયા હતા.

રિપોર્ટ અનુસાર સુરતના લીંબાયત પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરવામાં આવેલા વાહનોને લીંબાયત નારાયણ નગર પાસે ખુલ્લા મેદાનમાં રાખવામાં આવ્યા છે. કોઈ કારણોસર ખુલ્લા મેદાનમાં રહેલા વાહનોમાં એકાએક આગ લાગવાની ઘટના બની હતી. વાહનોમાં લાગેલી આગે ગણતરીના સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને એક પછી એક વાહનો આગની ઝપેટમાં આવી રહૃાા હતા. આ બાબતે સ્થાનિક લોકોને માહિતી મળતા તેમને તાત્કાલિક સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને કરી હતી. તેથી ફાયર ફાઇટરો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને તેમને વાહનોમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવીને આગને ઓલવવાની કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદૃ ફાયરના જવાનોએ આગને કાબુમાં લીધી હતી.

ઘટનાની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આગની ઘટનામાં ૮ વાહનો બળીને ખાખ થઇ ગયા છે અને આ વાહનોમાં રીક્ષા ટેમ્પો અને ફોર-વ્હીલરનો સમાવેશ થાય છે. જો કે, ક્યાં કારણોસર આગ લાગી તે હજુ સુધી જાણવા મળ્યું નથી.