સુરતમાં ઝઘડા બાદ યુપીવાસી યુવકનું મોત, પાવાગઢથી શબવાહિની પરત બોલાવાઈ

ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ
ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ

ભટારના ગોકુલનગરમાં એક યુવાનને બેભાન અવસ્થામાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા બાદ તબીબો મૃત જાહેર કર્યો હતો. યુવકનો તેના માસા સાથે ઝઘડો થયો હોવાનું રાત્રિ મેડિકલ ઓફિસરની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા બાદૃ મૃત્યુનુ કારણ જાણવા મૃતદેહને પોસ્ટ મોર્ટમમાં મૂકી દેવાયો હતી. જોકે પોલીસે મોડી રાત્રે પરિવારના નિવેદૃન લઈ વગર મૃતદેહ સોંપી દીધો હતો. ૮ કલાક બાદ ખટોદરા પોલીસે વિવાદાસ્પદ ઘટનાની હકીકત સામે આવતા વતન યુપી લઈ જવાઈ રહેલા મૃતદેહ વાળી શબવાહીનીનો સંપર્ક કરી મૃતદેહ પાવાગઢથી ફરી સુરત લઈ આવવા સૂચન કર્યું છે.

મહેન્દ્રકુમાર (મૃતકના ભાઈ)એ જણાવ્યું હતું કે, સુરેન્દ્ર રામકૈલાસ યાદવ ઉ.વ. ૨૭ (રહે ગોકુલ નગર ભટાર)નો રહેવાસી હતો. મહેન્દ્રકુમારના ૮ વર્ષ પહેલાં લગ્ન થયા હતા. તેને સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે. પત્ની રીનાકુમારી ઘર કામ કરે છે. સુરેન્દ્રકુમાર મશીનનો કારીગર હતો. મંગળવારની સાંજે નોકરી પરથી પરત આવ્યા બાદ તેની તબિયત લથડી ગઈ હતી. શ્ર્વાસ લેવામાં તકલીફ પડતા સુરેન્દ્રકુમારને તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ ગયા હતા. જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો.

ડો.એમ.સી. ચૌહાણ (રાત્રી મેડિકલ ઓફિસર)એ જણાવ્યું હતું કે ,સુરેન્દ્રના પરિવારની પ્રાથમિક પૂછપરછમાં તેનો રાકેશ નામના યુવાન સાથે ઘરમાં ઝઘડો થયો હતો. ત્યારબાદ તેની તબિયત લથડી હતી. આ નિવેદનને મેં ઓન કેસ પેપર પર નોંધ કરી છે. ત્યારબાદ મૃતદેહને પોસ્ટ મોર્ટમ રૂમમાં મુકવા સૂચન કર્યું હતું. સુરેન્દ્રકુમારના મોતનું સાચું કારણ પોસ્ટ મોર્ટમ બાદ જ ખબર પડી શકે એમ હતું. જોકે સવાર પડતા મૃતદેહને પોલીસે પરિવારને અંતિમ વિધિ માટે સોંપી દીધો હોવાનું જાણવા મળ્યું હતું.