સુરતના સચીનમાં મહિલાને ચેઈન સ્નેચિંગથી ચેતવી બદમાશો ૯૦ હજારની બંગડી લઇ ફરાર

સુરત શહેરના સચીન જીઆઈડીસી ડાયમંડ પાર્કના ગેટ પાસે દુધ લેવા માટે જતી ૬૨ વર્ષીય મહિલાને બે બદમાશો ભેટી ગયા હતા. પોલીસની ઓળખ આપી અહીં ચેઈન સ્નેચિંગ થાય છે હોવાનું કહી વિશ્ર્વાસમાં લઈ રૂપયિ ૯૦ હજારની કિંમતની હાથમાં પહેરેલ સોનાની ચાર બંગડીઓ કાપડની થેલીમાં મુકાવ્યા બાદ નજર ચુકવી લઈને નાસી ગયા હતા.

સચીન જીઆઈડીસી પોલીસ પાસેથી મળતી વિગત મુજબ ડાયમંડ ગેટ જીઆઈડીસી ગેસ્ટ હાઉસ યમુના બિલ્ડીંગ ખાતે રહેતા સ્નેહલબેન સુધીરભાઈ કેલકર (ઉ.વ.૬૨) દુધ લેવા માટે જતા હતા. ડાયમંડ ગેટ પાર્ક પબ્લીક સ્કૂલ પાસેથી પસાર થતા હતા. દરમિયાન બે અજાણ્યાઓ તેમની પાસે આવ્યા હતા. ૩૦થી ૩૫ વર્ષના અજાણ્યાઓ સ્નેહલબેનને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી.

સ્નેહલબેનને કહૃાું હતું કે, અહી ચેઈન સ્નેચિંગ થાય છે તેમ કહી વિશ્ર્વાસમાં લઈ હાથમાં પહેરેલ રૂપિયા ૯૦ હજારની કિંમતની છ તોલાની ચાર સોનાની બંગડી કાપડની થેલીમાં મુકાવ્યા બાદ તેમની નજર ચુકવી બંગડીઓ લઈને નાસી ગયા હતા. બનાવ અંગે સ્નેહલબેન કેલકરની ફરિયાદને આધારે પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.