શહેરમાં ચિકનગુનિયાના ૧૦૦ પોઝિટીવ કેસો મળી આવતા તંત્ર દોડતું થયું

આ વર્ષે મહાનગરપાલિકા વિસ્તારમાં ચિકુનગુનિયાએ માથું ઉંચક્યું છે. છેલ્લા એક મહિનામાં શહેરમાંથી ચિકનગુનિયાના ૧૦૦ પોઝિટીવ કેસો મળી આવ્યા છે. જ્યારે ૭૦ જેટલા શંકાસ્પદૃ કેસો હોવાનું સામે આવ્યું છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં બે પોઝિટીવ કેસો નોંધાયો છે. પાટનગર ગાંધીનગરમાં સેક્ટર ૫,૬,૭ અને ૮માં ચિકુનગુનિયાનું પ્રમાણ વધુ હોવાની વિગતો છે. ચિકુનગુનિયાને લઈને સ્થિતિ વણસી છે. મલેરિયા, ડેન્ગ્યુથી વધુ ચિકનગુનિયાના કેસો નોંધાઈ રહૃાા છે. આથી હવે લોકોએ કોરોનાની સાથે સાથે મચ્છરજન્ય રોગચાળા સામે પણ જંગ ખેલવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. એકબાજુ કોરોનાના કેસો ઉંચકાઈ રહૃાા છે. ત્યાં સાથે હવે મચ્છરજન્ય રોગચાળામાં ચિકુનગુનિયાનો હાહાકાર વધ્યો છે. સાંધામાં દૃુખાવો, તાવ, શરીરમાં ચકામા જેવી ફરિયાદૃો લોકોમાંથી ઉઠી છે. કોરોનાની સાથે હવે લોકોને આ ચિકુનગુનિયાથી બચવા માટે સલાહ આપવામાં આવી રહી છે.

પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં ચિકુનગુનિયાના જે કેસો સામે આવ્યા છે તેમાં ખાનગી લેબોરેટરીમાં દૃર્દૃીઓએ બ્લડ રિપોર્ટ કરાવતાં તેમાં ૨૮ અને ગાંધીનગર સિવિલમાં ૨ પોઝિટીવ કેસો મળી આવ્યા છે, જ્યારે ૭૦થી વધુ ચિકુનગુનિયાના શંકાસ્પદૃ કેસો છે. જેને લઈને આરોગ્યતંત્ર ચોંકી ઉઠ્યું છે. હવે ચોમાસું વિદૃાય તરફ છે. પરંતુ આ વખતે વરસાદૃ પણ વધુ પડ્યો છે. તેના કારણે મચ્છરજન્ય રોગચાળો વકરશે તેવી દૃહેશત આરોગ્ય તંત્રને પણ છે. આથી જ ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી રાઉન્ડ ધ કલોક સતત ચાલું રાખવામાં આવી છે. સમગ્ર મહિનાના સર્વેક્ષણ દૃરમિયાન ૧૨ હજાર ઉપરાંતના પાત્રોમાંથી એડિસ મચ્છરોના બ્રિડીંગ મળી આવ્યા હતા. જેને સ્થળ પર નિકાલ કરવા સાથે દૃવાનો પણ છંટકાવ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત જે સેક્ટર ૫,૬,૭ અને ૮માં અંદૃાજે ૭૦૦થી પણ વધુ ધરોમાં ફોગીંગ કરવામાં આવ્યં છે. અત્યાર સુધી કોરોનાને લઈને સેનિટાઈઝેશનની કામગીરી માટે તંત્ર દૃોડતું રહેતું હતું. પરંતુ હવે ફોગીંગ કરવામાં તંત્ર કામે લાગ્યું છે. ચિકુનગુનિયાના વધતાં કેસોથી લોકો પણ ફફડી ઉઠ્યા છે. શહેરના આ ચાર સેક્ટરોમાં અનેક લોકો ચિકુનગુનિયાના રોગચાળામાં સપડાયા છે. જે ૭૦ કેસો શંકાસ્પદૃ લાગી રહૃાા છે. તેઓને પણ તાવ, કળતર, સાંધામાં અસહૃા દૃુખાવા સહિતની ફરિયાદૃો છે. તમામમાં ચિકુનગુનિયાના લક્ષણો જોવા મળી રહૃાા છે. જો કે તંત્ર ખુલીને બોલતું નથી કે સ્વીકારતું પણ નથી.