શહેરની બે યુવતીઓને પેડલરે ફસાવતા બજરંગદળે મુક્ત કરાવી

સુશાંતિંસહ રાજપુતના મોત બાદ સમગ્ર દૃેશમા એમડી ડ્રગ્સ સૌથી વધુ ચર્ચામાં છે, ત્યારે દૃેશનું યુવાધન પણ ડ્રગ્સના રવાડે ચઢી ગયો હોવાનુ સામે આવ્યુ છે. શહેરના કેટલાક વિસ્તારોમાં એમ ડી ડ્રગ્સનો ટ્રેન્ડ ઘણો વધ્યો છે ત્યારે આના માટે યુવતીઓને ફસાવવામા આવી હોવાના ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહૃાા છે. અમદૃાવાદની બે યુવતીઓને પેડલરે ફસાવતા બજરંગદળ દ્વારા તેમને મુક્ત કરાવવામા આવી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, એનસીબી દ્વારા રાજ્ય અને દૃેશભરમાંથી કરોડો રૂપિયાનુ ડ્રગ્સ પકડવામા આવી રહૃાુ છે પરંતુ સૌથી મોટી ચોંકાવનારી માહિતી એ પણ સામે આવી છે કે યુવતીઓને ડ્રગ્સના રવાડે ચઢાવીને તેમનો કેરિયર તરીકે ઉપયોગ કરવામાં આવી રહૃાો છે. અમદૃાવાદના કેટલાક વિસ્તારોમાં હાલમા એમડી ડ્રગ્સનો ટ્રેન્ડ ઘણો વધ્યો છે. આ ડ્રગ્સના રવાડે ચઢાવીને કેટલાક પેડલરો યુવતીઓને ફસાવીને તેમનુ શોષણ કરી રહૃાા છે.

અમદૃાવાદની બે યુવતીઓને એમડી ડ્રગ્સના રવાડે ચડાવીને વ્યક્તિઓ તેને એ હદૃે નશાની બંધાણી બનાવી દૃેવામા આવી કે એ યુવતીઓ ડ્રગ્સ માટે પોતાનું શરીર એ યુવક અને તેમના મિત્રોને સોંપવા માટે મજબૂર બની ગઈ છે. આ સમગ્ર મામલો બજરંગદળના કેટલાક કાર્યકર્તાઓના ઘ્યાને જતા યુવતીને બચાવી લેવાઇ હતી.