વિશ્ર્વ પ્રસિદ્ધ રાજ્યના કાર રેસર ભરત દવે કોરોનાને કારણે નિધન

ભારતના સૌપ્રથમ કાર રેલી વિજેતા સુરેન્દ્રનગરના ભરત દવેનું રવિવારે કોરોનાથી અવસાન થયું છે, તેઓ ૭૮ વર્ષના હતા. વિશ્ર્વ પ્રસિદ્ધ કાર રેસર ભરત દવેને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવી રહૃાા હતા ત્યારે રસ્તામાં જ ઓક્સિજન ખૂટી પડતાં તેમનું મૃત્યુ થયું હતું. તેઓ ૧૯૮૫થી ૧૯૯૦ સુધી સતત છ વખત હિમાલયન કાર રેલીમાં ભારતમાં સૌપ્રથમ રહૃાા હતા.

૭ જુલાઇ ૨૦૧૯થી ૪ ઓગસ્ટ ૨૦૧૯ દૃરમિયાન ભારતના ૨૯ રાજ્યોમાં ફક્ત ૨૯ દિૃવસમાં ૧૬૫૦૦ કિલોમીટર જાતે ડ્રાઇિંવગ કરી યાત્રા પૂર્ણ કરી રેકોર્ડ બનાવ્યો હતો. કાર રેસિંગ ક્ષેત્રે વિવિધ સિદ્ધિઓ બદલ ૨૦૧૦માં તેમને ગુજરાત સરકાર દ્વારા એકલવ્ય એવોર્ડથી સન્માનિત કરાયા હતા.