વિજયા દશમી નિમિતે શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે કરાયું શસ્ત્રપૂજન

વિજયા દશમી નિમિત્તે અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી. નોંધનીય છે કે શુરવીરો તથા પ્રજાના રક્ષકો વર્ષોથી દશેરાના દિવસે અસ્ત્રો-શસ્ત્રોની પૂજા કરતા આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રજાના રક્ષણ માટે સતત ચિંતિત રહેલી પોલીસ અનિષ્ટ તત્વો પર ધાક જમાવવા વિવિધ શસ્ત્રોનો ઉપયોગ કરે છે.

નોંધપાત્ર છે કે દશેરાનો તહેવાર આવા અસ્ત્ર-શસ્ત્રોનો ઋણ અદા કરવાનું પર્વ ગણાતું હોવાથી શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા વિધિ કરવામાં આવી હતી. ત્યારે બીજી તરફ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે યોજાયેલી હથિયારોની પૂજનવિધિમાં શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહૃાા હતા.