વરસાદના પગલે કપાસ સહિતના પાકને નુકસાન, ખેડૂતોને આર્થિક ફટકો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગઈકાલે ધોધમાર વરસાદ પડતા કપાસ અને મગફળી સહિતના પાકોને નુકસાન થયું છે. આ સાથે જ ખેતરમાં પડેલા મગફળીના પાથરા પણ પલળી ગયા છે. જેને લઈને ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. પડધરી તાલુકામાં ગઈકાલે ૪ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેને લઈને ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જો કે આજે પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. પડધરી તાલુકાના હડમતિયા, ખોંખરી, જોધપુર, ફતેપર, ચણોલ, વિસામાન, જિલરીયા, જીવાપર, વનપરી, ખાખરાબેલા, ડુંગરકા, મોટા ખીજડીયા, ખોડાપિપર સહિત ગામોને ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

ગોંડલ પંથકમાં એક તરફ મગફળીની સિઝન ચાલી રહી છે અને બીજી તરફ વરસાદૃ મુશ્કેલીમાં વધારો કરી રહૃાો છે. ત્યારે ગોંડલ તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં ઉપાડેલી મગફળીના પાથરા પલળ્યાં હતા. વરસાદને કારણે ખેડૂતોની પડ્યા પર પાટા સમાન સ્થિતિ થઈ છે. ચાસવડ- બાયફના કૃષિ વિજ્ઞાની મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ઓછો પરિપક્વ અને નબળો કપાસ હશે તેવા કપાસનું ભિમરું ખરી પડવાનો ભય વધુ છે. પરિપક્વ થઈ ગયેલા કપાસને નુકસાન ઓછું. જ્યારે જે કપાસના ઝીંડવા ફૂટી ગયા હશે તે ભેજના સંગ્રહને કારણે કપાસ બગડી શકે. પણ ફરી જરૂરી માત્રમાં સૂર્યપ્રકાશ મળતો રહેશે તો નુકસાન ઓછું થશે.