વડાપ્રધાન મોદી આવશે ગુજરાત: પીએમ ૩૦ ઓક્ટોબરે કેવડિયામાં કરશે રાત્રિ રોકાણ

વડાપ્રધાન
વડાપ્રધાન

પીએમ મોદીનો મહત્વાંકક્ષી પ્રોજેક્ટ સી- પ્લેનનો આખરી ઓપ અપાઈ રહૃાો છે. ઉલ્લેખનીય છે કે માલદીવના માલેથી સી- પ્લેન આજે ગુજરાત આવી પહોંચશે. ઉલ્લેખનીય છે કે સી પ્લેનના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૦ ઓક્ટોબરે જ કેવડિયા પહોંચી જશે અને ત્યાં જ રાત્રિ રોકાણ કરે તેવી સંભાવના છે.

જોકે, વડાપ્રધાનના ગુજરાતપ્રવાસના કાર્યક્રમને સોમવારે આખરી ઓપ આપવામાં આવશે. વડાપ્રધાન છેલ્લે ફેબુ્રઆરીમાં ‘નમસ્તે ટ્રમ્પ વખતે ગુજરાત આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેઓ ૩૦ ઓક્ટોબરે બપોરે ૩ કલાકે કેવડિયા પહોંચશે જ્યાં તેઓ રાત્રિ રોકાણ કરવાના છે.

આ દરમિયાન તેઓ વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે બેઠક પણ કરે તેવી સંભાવના છે. ૩૧ ઓક્ટોબરે કેવડિયા ખાતે આરોગ્ય વનનું ઉદ્ઘાટન કરશે અને ત્યાંથી તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે. આ દરમિયાન એકતા પરેડનું પણ આયોજન કરવામાં આવેલું છે. મસુરી ખાતે તાલીમ લઇ રહેલા પ્રોબેશનર્સ સાથે નરેન્દ્ર મોદી કેવડિયા ખાતેથી ઈ ટોક કરશે.

આ પછી બપોરે ૨:૧૫ની આસપાસ કેવડિયાથી સી પ્લેન દ્વારા અમદાવાદ આવવા રવાના થશે. ૩૧મીએ સાંજે તેઓ અમદાવાદથી દિલ્હી માટે રવાના થશે. અગાઉ વડાપ્રધાન મોદી ૩૧ ઓક્ટોબરે અમદાવાદથી સી પ્લેનમાં બેસી કેવડિયા પહોંચે તેવું આયોજન કરવામાં આવી રહૃાું હતું. આ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.