લખતરમાં રાજમહેલમાં તસ્કરો ત્રાટક્યા: ઘટના સીસીટીવીમાં કેદૃ

સુરેન્દ્રનગરના લખતમાં આવેલા રાજમહેલામાં અગાઉ નવરાત્રિએ લાખોની મતાની ચોરી થઈ હતી. ત્યારે આ વખતે ફરી એક વાર રાજમહેલમાં નવરાત્રિમાં જ ચોરો ત્રાટક્યા હતા. આ ચોર પાર્ટી રાજમહેલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. રાજમહેલમાં સ્વાભાવિક રીતે કિંમતી ખજાનો હોવાની આશાએ ચોરો ત્રાટક્યા હોવાનું અનુમાન છે.

બનાવની વિગત એવી છે કે રાજમહેલમાં નવરાત્રિ દરમિયાન ચોરીની ઘટના ઘટી છે. જોકે, આ મામલે રાજવી દ્વારા કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવામાં આવી નથી. રાજમહેલના સીસીટીવી કેમેરામાં ચોર જોવા મળ્યા હતા. કદાચ ચોરીનો આ નિષ્ફળ પ્રયાસ હોઈ શકે પરંતુ આ મામલે રાજમહેલ તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

રાજમહેલમાં ત્રાટકેલા ચોર આશરે ૨ કલાક જેટલો સમય ઘુમ્યા હતા અને ખજાનો શોધવાની કોશિષ કરી હોય તેવું લાગી રહૃાું છે. જોકે, અંદરથી શું ચોરી થઈ તે જાણવા મળ્યું નથી કારણ કે રાજવીએ આ અંગે આ ચોરીની કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી નથી. પરંતુ એક વખત અહીંથી મોંઘીદાઠ મૂર્તિઓ ચોરાઈ ચુકી છે.
અગાઉ જ્યારે રાજમહેલમાં ચોરીની ઘટના ઘટી હતી ત્યારે ચોરો સોનાની કિંમતી મૂર્તિઓ ચોરી ગયા હતા. એ વખતે પણ નવરાત્રિ જ હતી ત્યારે આ વખતે પણ નવરાત્રિએ જ ચોરો ત્રાટક્યા હતા. જોકે, લખતર રાજમહેલ ભવ્ય છે અને અંદર કેટલીક હીરાજવેરાત અને એન્ટીક ચીજોનો સંગ્રહ છે ત્યારે હવે ’રોયલ ચોર’ને પણ રાજમહેલમાં ચોરી કરવાનું વળગણ લાગ્યું હોય તેવું જણાઈ રહૃાું છે.