રાજયમાં આગામી ૩ દિવસ ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની શરૂઆત થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યમાં ત્રણ દિવસ ઠંડીનું પ્રમાણ વધશે તેવું હવામાન વિભાગે કહૃાું છે. ઉત્તર ભારતમાં પડેલી હિમવર્ષાના કારણે ઠંડીનું પ્રમાણ રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. કચ્છના નલિયામાં ઠંડીમાં આગાહી કરી છે. નલિયાનું લઘુત્તમ તાપમાન ૮.૮ ડિગ્રી નોંધાયું છે. જ્યારે ભુજમાં ૧૩.૮, કંડલામાં ૧૬.૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસોથી ફૂંકાઈ રહેલા પવનના પગલે ઠંડીમાં વધારો થઈ રહૃાો છે અને લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહૃાો છે ત્યારે રાજ્યમાં શિયાળા અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. નલિયામાં ઠંડીનો પારો િંસગલ ડિજીટમાં પહોંચ્યો છે. ગુજરાતમાં નલિયા સૌથી વધુ ઠંડુગાર બન્યું છે. નલિયાનું તાપમાન ૮.૮ ડિગ્રીએ પહોંચ્યું છે.

રાજ્યમાં ત્રણ દિવસ ઠંડીનું પ્રમાણ વધશે તેવું હવામાન વિભાગે કહૃાું છે. ઉત્તર ભારતમાં પડેલી હિમવર્ષાના કારણે ઠંડીનું પ્રમાણ રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહૃાો છે ત્યારે ઠંડી વધવાને લઇને પણ લોકોએ ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે.