રાજકોટમાં પરિણીતાએ સાસુ, પતિ અને જેઠ-જેઠાણી વિરૂદ્ધ દહેજની ફરિયાદ નોંધાવી

રાજકોટમાં બીએસસી નર્સિંગ કરેલ પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં પોતાના સાસુ, પતિ અને જેઠ-જેઠાણી વિરૂદ્ધ દહેજ ધારા હેઠળ ફરિયાદ નોંધાવી છે. નર્સિંગ કરેલી પરિણીતા મહિલા પોલીસ સ્ટેશનમાં જણાવ્યું હતું કે તેને સાસરિયાઓ માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા અને દહેજ લાવવા માટે મહેણાટોળા મારતા હતા.

મારા જેઠ રોજ દારૂ પીને આવી મને ધમકાવતા હતા. જેથી ફરિયાદના આધારે પોલીસે પરિણીતાના પતિ, સાસ, જેઠાણી અને મામાજી વિરૂદ્ધ કલમ ૪૯૮ (ક), ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા દહેજ પ્રતિબંધક ધારા ૩ અને ૪ હેઠળ ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ફરિયાદી હિનાબેન જોષીએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે છેલ્લા ૧૧ મહિનાથી તેના પિયરમા રહે છે. ૨૩ નવેમ્બર, ૨૦૧૯ના રોજ મારા લગ્ન કેશોદના રહેવાસી શાંતાબેન ડાયાલાલ જોશીના દીકરા અંકિત સાથે થયા હતા. હું અને અંકિત એકબીજાના પ્રેમમાં હતાં. જેથી અમારા લગ્ન લવ વિથ અરેન્જ કરવામાં આવ્યા હતા. અમારા લગ્નના ફેરા રાત્રિના હતાં. જેથી વિદાય પણ મને રાત્રિના સમયે જ આપવામાં આવી હતી.