ભુજના શિવસહાય હત્યાકાંડનો ભેદ ઉકેલાયો, કેસમાં ત્રણ આરોપીની ધરપકડ

ભુજના શિવમ પાર્ટી પ્લોટમાં માળી તરીકે કામ કરતા શિવસહાય દ્વિવેદી હત્યા ભેદ પોલીસે ઉકેલી દીધો છે. હત્યા કેસમાં ત્રણ આરોપીની ધરપકડ કરી છે. હત્યારા અન્ય કોઈ નહી શિવસહાયના મિત્રો હોવાનું બહાર આવ્યું છે. ગત ૨૦મી ઓક્ટોબરે ભુજના રાવલવાડી વિસ્તાર નજીક આવેલ શિવમ પાર્ટી પ્લોટમાં માળી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ ઘટનામાં ભોગ બનનાર શિવસહાય મૂળ યુપીના ફતેપુરનો વતની હતો અને છેલ્લાં ત્રણ વર્ષથી પાર્ટી પ્લોટની ઓરડીમાં રહેતો હતો.

તેમના ત્રણ મિત્રોએ શિવસહાયની હત્યા નિપજાવી આરોપી ફરાર થઈ ગયા હતા. આરોપીએ હત્યાના ગુનાને અંજામ આપી રાજસ્થાન નાસી છૂટયા હતા. ભુજ પોલીસે ત્રણેય આરોપીની રાજસ્થાન ધરકપડ કરી છે. હાલ પોલીસના હાથે ઝડપાયેલા ત્રણેય મિત્રોની શિવસહાય સાથે ઓરડીમાં બેઠક હતી.શિવસહાયને તેના શેઠ અવારનવાર ઠપકો આપતા હતા. જે વાત શિવસહાય પસંદ નહોતી. આથી શિવાએ તેમના શેઠને પાઠ ભણાવવા માટે શેઠના દીકરાનું અપહરણ કરી સબક શીખવાડવાનો પ્લાન જણાવ્યો હતો. મિત્રોએ તેમ કરવાનો ઈક્ધાર કરી દઈ તેની મજાક ઉડાવી હતી. જેથી શિવો પણ તેમના પર ઉકળી ગયો હતો અને તેમને નપુંસક ગણાવી મા-બેનની ગાળો ભાંડી હતી.

જેથી ત્રણે જણ શિવાને પાવડા અને પટ્ટા વડે માર મારીને હત્યા નિપજાવી આરોપી રાજસ્થાન નાસી છૂટયા હતા. આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવવા આવી હતી. તે દરમિયાન આરોપી ત્રિપુટી રાજસ્થાનમાં હોવાની જાણ થતાં પશ્ર્ચિમ કચ્છ પોલીસે ત્રણેય આરોપીને રાજસ્થાનથી દબોચી લીધા હતા. પોલીસના હાથે ઝડપાયેલા આરોપી ગુન્હાહિત ઈતિહાસ ધરાવે છે. આરોપી અગાઉ દારૂ વેચાણ, મારીમારી અને દારૂ પીવાના કેસમાં પોલીસના હાથે ઝડપાઈ ગયા છે.