બનાસકાંઠામાં ફરી એકવાર ૬૨.૨૧ લાખના મુદ્દામાલ સાથે ચાલકની અટકાયત

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં એક પણ દિવસ એવો નહીં હોય જ્યારે કોઈને કોઈ સ્થળેથી દારૂનો જથ્થો ન ઝડપાયો હોય. ખાસ કરીને બીજા રાજ્ય સાથે જમીનથી જોડાયેલા જિલ્લાઓમાં દૃારૂ પકડાવાના કેસ વધારે સામે આવતા રહે છે. બનાસકાંઠામાંથી આજે વધુ એકવાર દારૂ ભરેલું ટેક્ધર ઝડપાયું છે. આ દારૂ રાજસ્થાનમાંથી ગુજરાતમાં ઠાલવવામાં આવી રહૃાો હતો. રાજસ્થાનથી ઇન્ડિયન પેટ્રોલિયમ લખેલા ટેક્ધરમાં દારૂ ભરીને ગુજરાતમાં આવતા પાલનપુર શહેર પશ્ર્ચિમ પોલીસે ઝડપી પાડ્યો છે.

પોલીસે ૬૨.૨૧ લાખના મુદ્દામાલ સાથે ચાલકની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. દારૂબંધી હોવા છતાં પણ ગુજરાતમાં દારૂ યેનકેન પ્રકારે ઘૂસાડવામાં આવી રહૃાો છે. આજે ફરી એકવાર નવી મોડેસ ઓપરેન્ડીથી ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહેલા દારૂના જથ્થાને બનાસકાંઠા જિલ્લા પોલીસે ઝડપી પાડ્યો છે. જેમાં રાજસ્થાન તરફથી આવી રહેલા એક ટેક્ધરમાં દારૂ હોવાની બાતમી મળતા જ પાલનપુર શહેર પ્રશ્ર્ચિમ પોલીસે વૉચ ગોઠવી હતી.

આ દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલા ઇન્ડિયન પેટ્રોલિયમ લખેલા ટેક્ધરને થોભાવી તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન ટેક્ધરમાંથી દારૂ મળી આવ્યો હતો. ટેક્ધરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૦,૨૦૦ બોટલ ઝડપાતા પોલીસે દારૂ અને ટેક્ધર સહિત ૬૩.૨૧ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે જ પોલીસે ટેક્ધર ચાલક મલ્લારામ વાઘારામ જાટ ની અટકાયત કરીને પાલનપુર શહેર પશ્ર્ચિમ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.