પોપ્યુલ બિલ્ડર પાસેથી ૭૭ લાખ રોકડા અને ૮૨ લાખા દાગીના મળ્યા

આઇટી વિભાગનું સર્ચ ઑપરેશન ખત્મ


૧૩ કો.ઓપરેટિવ સોસાયટીના નામે કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ અને દસ્તાવેજો મળી આવ્યા

પુત્રવધૂને ત્રાસ આપવાના પોપ્યુલર બિલ્ડર પરિવારના કેસમા હવે બિલ્ડર પરિવાર આઈટીના સકંજામાં આવ્યો છે. ૮ ઓક્ટોબરના રોજ ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા અમદાવાદના જાણીતા પોપ્યુલર બિલ્ડરના ઘરે અને ઓફિસ પર સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું, જે આખરે મંગળવારે પૂરુ થયું હતું. આ સર્ચ ઓપરેશનમાં પોપ્યુલર બિલ્ડરની બેનામી આવક મળી આવી છે. બિલ્ડર પાસેથ રૂપિયા ૭૭ લાખ રોકડા અને ૮૨ લાખના દાગીના મળી આવ્યા છે. તો ૧૩ કો.ઓપરેટિવ સોસાયટીના નામે કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ અને દસ્તાવેજો મળી આવ્યા છે. આ ઉપરાંત અલગ – અલગ બેંકોના ૨૨ લોકર મળી આવ્યા છે. જેમાં બેંક ઓફ મહારાષ્ટ્ર, કાંકરિયા-મણિનગર કો.ઓ. બેંકની સહી કરેલી કોરી ચેકબૂક પણ મળી છે. તો મહેસાણા અર્બન કો. ઓ. બેંક, સુરત ડિસ્ટ્રી કો.ઓ. બેંક, છડ્ઢઝ્ર બેંક સહિત કુલ ૫૫ જેટલી બેંકની કોરી સહી કરેલી ચેકબૂક મળી છે.

ગત ગુરુવારે પોપ્યુલર બિલ્ડરને ત્યાં દરોડાની કાર્યવાહી શરૂ થઈ હતી, જે સોમવારે મોડી રાત સુધી દરોડાની કાર્યવાહી ચાલુ હતી. જેમાં રૂ. ૭૭ લાખ રોકડા, રૂ. ૮૨ લાખના દૃાગીના, ૨૨ બેંક લોકર અને કો-ઓપરેટિવ સોસાયટીના નામે બેનામી સંપત્તિના દસ્તાવેજ મળી આવ્યા છે. એટલુ જ નહિ, નોકર, ખેડૂત, ડ્રાઈવરો અને સંબંધીઓના નામે સંપત્તિ કરી હોવાની વિગતો પણ સામે આવી છે.

સુનિધિ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ, સૂર્યમુખી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ, સોમેશ્ર્વર દૃર્શન કો-ઓપરેટિવ હાઉસિંગસોસાયટી લિમિટેડ, શ્રી હનુમાન દર્શન સહકારી મંડળી, કુમકુમ નગર કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ.