પાકિસ્તાને જૂનાગઢના વડાપ્રધાન તરીકે નવાબના વંશજનું નામ જાહેર કરતા વિવાદ

ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ
ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ

પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત સામે આવી છે. પાકિસ્તાન હજુ પણ એવું સમજી રહૃાું છે કે, જૂનાગઢ પર તેનો જ અધિકાર છે. અગાઉ પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરની સાથે જૂનાગઢ પર પણ પોતાનો દાવો કર્યો હતો. પાકિસ્તાન જૂનાગઢ પર કબ્જો જમાવવાના સપના જોઈ રહૃાું છે. પાકિસ્તાનના સપના સાથે સંકળાયેલ વધુ એક હાસ્યાસ્પદ કેસ સામે આવ્યો છે. હકીકતમાં જૂનાગઢના નવાબના વંશજ પોતાના પરિવાર સાથે પાકિસ્તાનમાં રહે છે. એવામાં તેઓ પાકિસ્તાનમાં રહીને જૂનાગઢનો પાકિસ્તાન સાથે વિલય કરવાના સપના જોઈ રહૃાાં છે. જૂનાગઢના કથિત નવાબ જહાંગીર ખાને પોતાના પુત્ર અહમદ અલીને જૂનાગઢના નવા દીવાન નિયુક્ત કર્યાં છે.

જૂનાગઢને તેનાથી કોઈ ફરક નથી પડવાનો, પરંતુ પાકિસ્તાનના આ પગલાથી જૂનાગઢના લોકો જરૂર નારાજ છે. આથી લોકો સરકાર સમક્ષ આ સંદર્ભે કાર્યવાહી કરવાની માંગ કરી રહૃાાં છે. ઉલ્લેખનીય છે કે, જૂનાગઢના વંશજ જહાંગીર ખાને પોતાના નિવેદનોમાં અવાર-નવાર કહૃાું છે કે, જૂનાગઢ એક દિવસ પાકિસ્તાનનો હિસ્સો બની જશે. તેમણે ભારત પર જૂનાગઢને ગેરકાયદેસર કબ્જો જમાવ્યો હોવાનો આરોપ પણ લગાવ્યો છે.

અહમદ અલીએ જાહેરાત કરી હતી કે, જલ્દી એક અભિયાન શરૂ કરવામાં આવશે. જેના થકી સમગ્ર વિશ્ર્વ જાણી જશે કે, જૂનાગઢ ભારતનું નહીં, પરંતુ પાકિસ્તાનનો હિસ્સો છે. જણાવી દઈએ કે, ભારતની સ્વતંત્રતા સમયે ભારતના તમામ રજવાડાઓના વિલયની જવાબદૃારી સરકાર તરફથી સરદૃાર વલ્લભભાઈ પટેલને સોંપવામાં આવી હતી. સરદૃાર પટેલે તમામ રાજાઓને સમજાવ્યા અને એક અખંડ ભારતનું નિર્માણ કર્યું. સરદાર પટલે હૈદરાબાદ અને જૂનાગઢ જેવા રાજ્યોને પણ ભારતમાં વિલય કરાવી દીધો.