દિવાળી અને શિયાળાની શરૂઆતમાં સૌરાષ્ટ્રમાં કોરોનાએ ફરી ઉચક્યું માથું

દિવાળીના તહેવારની ખરીદી અને શિયાળાની શરૂઆત થતાની સાથે જ કોરોના વાયરસનું સંક્રમણ વધી રહૃાું છે. રાજ્યમાં ઘણે અંશે કાબુમાં આવેલો કોરોના વાયરસ ધીમે ધીમે ફરી માથુ ઉંચકી રહૃાો છે. સૌરાષ્ટ્રમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગરમાં કોરોનાનું સંક્રમણ વધવા લાગ્યું છે. સાથો સાથ મૃતાંક પણ વધી રહૃાો છે. છેલ્લા ૨૪ જ કલાકમાં સૌરાષ્ટ્રમાં કોરોના વાયરસના ૨૨૯ કેસ નોંધાયા છે અને ૮ લોકોના મોત નિપજ્યા છે.

છેલ્લા કેટલાક દિૃવસોથી ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ નિયંત્રણમાં આવતુ હોય તેવું લાગી રહૃાું હતું. રાજ્યમાં ૨૪ કલાકમાં નોંધાનારા કોરોનાના કેસોની સંખ્યા ઘટીને ૧૦૦૦ની અંદર આવી ગઈ હતી. પરંતુ દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી લોકો ખરીદી કરવા લાગ્યા છે. ખરીદી દરમિયાન સોશિયલ ડિસ્ટેિંંસગ અને માસ્ક પહેરવાના નિયમોનું ઉલ્લંઘન કર્યાના અનેક ઉદાહરણો સામે આવ્યા છે. જેના કારણે કોરોના વાયરસનો ફેલાવો અનેકગણો વધી ગયો છે. આ ઉપરાંત આ વખતે રાજ્યમાં શિયાળાની પણ શરૂઆત થઈ ગઈ છે. દર વર્ષ કરતા આ વખતે ઠંડી વહેલી પડવાની શરૂ થઈ ગઈ છે.

જેના કારણે પણ શ્ર્વાસ સંબંધી મુશ્કેલીના કારણે કોરોના વાયરસનું સંક્રમણ રાજ્યમાં વધી રહૃાું છે. જેની અસર સૌરાષ્ટ્રમાં પણ વર્તાવવા લાગી છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્રમાં ૨૨૯ કેસ નોંધાયા હતાં. જ્યારે ૮ લોકોના મોત થયા હતાં. સૌરાષ્ટ્રમાં ૨૪ કલાકમાં ૨૪૨ દર્દી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જામનગરમાં કોરોનાના ૨૩ કેસ નોંધાયા છે. તો જૂનાગઢમાં ૨૦, મોરબીમાં ૧૫, ગીર સોમનાથમાં ૧૦ કેસ નોંધાયા છે. તો અમરેલીના ૧૨, ભાવનગરના ૧૧, સુરેન્દ્રનગરના ૨૦ લોકો કોરોનામાં પટકાયા છે. જ્યારે રાજકોટમાં ૨ અને જામનગરમાં ૬ દર્દીના મોત નિપજ્યા છે.