દાહોદથી આણંદ જતી ખાનગી બસ પલ્ટી જતા ૪ વર્ષની બાળકીનું મોત, ૨૦ ઇજાગ્રસ્ત

દૃાહોદૃ જિલ્લાના લીમખેડા તાલુકાના ફુલપરી ગામે દૃાહોદૃની ખાનગી પેસેન્જર ભરીને આણંદૃ જતી બસના ડ્રાઇવેર સ્ટીયિંરગ પરથી કાબુ ગુમાવતા પલટી ગઇ હતી. જેથી બસમાં સવાર મુસાફરોની ચીચીયારીઓથી વાતાવરણ ભયભીત થયું હતું. જેમાં ૪ વર્ષની બાળકીનું મૃત્યું નિપજ્યું હતું. જ્યારે ૨૦થી વધારે મજુરો ઇજાગ્રસ્ત થયા હતા. ખાનગી બસમાં ૩૦થી ૩૫ જેટલા મજૂરોને બેસાડવામાં આવ્યા હતા. લીમડીથી આણંદૃ ડેઇલી સર્વિસ ચાલતી ખાનગી ટ્રાવેલ્સની બસ મજૂરોને ભરીને લીમબીથી આણંદૃ જવા માટે રવાના થઇ હતી.

રસ્તામાં ફુલપરી ગામની ઘાટીમાં ચાલકે સ્ટીયિંરગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી ગઇ હતી. બસ નીચે દૃબાઇ જતા એક બાળકીનું મોત નિપજ્યું હતું. ૨૦થી વધારે ઇજાગ્રસ્ત થયા હતા. જેઓને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે દૃાહોદૃની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લીમડીથી આણંદૃ જતી બસને ફુલપરી ઘાટીમાં અકસ્માત નડ્યો હતો.

અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તમામને ૧૦૮ની મદૃદૃથી સારવાર માટે મોકલવામાં મદૃદૃ કરી હતી. પોલીસ તાબડતોબ ઘટના સ્થળે પહોંચીને વાહન વ્યવહાર રાબેતામુજબ કરાવ્યો હતો. આ મુદ્દે ગુનો નોંધીને વધારે તપાસ હાથ ધરી છે.