તમારા દીકરાને અકસ્માત થયો છે કહી ગઠિયો વૃદ્ધાની સોનાની બુટ્ટી લઇ ગયો

કોરોનાની મહામારી બાદ લોકડાઉન આપ્યા બાદ છૂટછાટ જ્યારથી મળી છે ત્યારથી રોજે-રોજ અનેક પ્રકારની ફ્રોડની ઘટનાઓમાં ખુબ વધારો જોવા મળી રહૃાો છે. બેંકફ્રોડ, લોનફ્રોડ જેવી ઘટનાઓ તો રોજે રોજ સામે આવે છે, પરંતુ આજે એક ગઠિયો એક મહિલા વૃદ્ધને ઈમોર્શનલ બ્લેકમેઈલ કરી છેતરિંપડી આચરી ગયો છે. જેમાં વૃદ્ધાને ગઠિયાએ ઘરે આવી કહૃાું, તમારા દિકરાને અકસ્માત થયો છે, પૈસા આપો. આ પ્રકારે વૃદ્ધાએ પૈસા ન હતા તો બુટ્ટી આપી અને ગઠિયો છૂમંતર થઈ ગયો.

પ્રાપ્ત માહિતી અનુસાર, તમારા દીકરા ને ચાંદખેડામાં અકસ્માત થયો છે. વધુ સારવાર કરાવવા માટે રૂપિયાની જરૂર હોવાથી રૂપિયા આપો. વૃદ્ધાને વિશ્ર્વાસમાં લઈને સોનાની બુટ્ટી પડાવી જનાર ગઠીયા સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.

સાબરમતી કાળીગામમાં રહેતા જબૂબેન રબારીએ પોલીસ ફરિયાદ આપી છે કે, તેઓ સવારના સમયે ઘરેથી કામથી પાલડી ખાતે ગયા હતા. પાલડીથી ઘરે પરત ફરતા વખતે તેઓ બપોરના એક વાગ્યાની આસપાસ વાડજ બસ સ્ટેન્ડ પર બેઠા હતા. આ દરમિયાન ૬૦ વર્ષની આસપાસની ઉંમરનો એક અજાણ્યો વ્યક્તિ તેમની પાસે આવ્યો હતો. અને કહેવા લાગ્યો કે તમારા દીકરા કાનજીને ચાંદખેડામાં અકસ્માત થયેલ છે અને માથાના ભાગે ઈજા પહોંચતા તેને વધુ લોહી નીકળી ગયું છે. જેને સારવાર માટે માનસી હોસ્પિટલમાં દાખલ કરેલ છે. જેથી રૂપિયાની જરૂરિયાત છે. તમે મને રૂપિયા અપો તો તેની સારવાર થઈ શકે.

જોકે ફરિયાદીએ પોતાની પાસે રૂપિયા ના હોવાનુ કહેતા, આ ગઠીયા એ તેમને પહેરેલ સોનાની બુટ્ટી માંગી હતી. દૃીકરાની સારવાર થઇ શકે તે માટે ફરિયાદી માંએ પહેરલે અડધા તોલા સોનાની બુટ્ટી આ ગઠીયાને આપી દીધી હતી.બાદમાં ફરિયાદી ઘરે પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું હતું કે, તેમનો દીકરો કાનજી તો ઘરે સહી સલામત છે. કોઈ ગઠિયો તેમને વિશ્ર્વાસમાં લઈ તેમની બુટ્ટી લઈ જઈ છેતરિંપડી કરેલ છે. જે અંગેની જાણ પોલીસને કરતા પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.