જેતપુરમાં ધમધમતી બજારે ૪૦ લાખના સોનાની લૂંટ કરી ગઠીયા થયા ફરાર

જેતપુર શહેરમાં આજે વહેલી સવારના ખુલતી અને ધમધમતી બજારે ૩૫ લાખના સોનાની લૂંટ થઈ છે. જેતપુરના નાના ચોક પાસે ઘટેલીની આ ઘટનામાં ધોરાજીથી સોનાના દાગીનાનું ટ્રેડીંગ કરવા આવેતા વેપારીને ૨ અજાણ્યા શખ્સોએ આંખમાં મરચાની ભૂકી છાંટી અને લૂંટ ચલાવી હતી. ચીન વેકરિયા નામના વેપારીને આ હુમલામાં ઇજા પણ પહોંચી હતી. હાલમાં દિવાળીની સીઝન અને ખરીદીનો ધમધમાટ છે ત્યારે જ આ ઘટના બની હતી. ધોરાજીથી સોનાના દાગીનાનું ટ્રેડીંગ કરવા આવતા વ્યક્તિને લૂંટી ૨ સખ્શો ફરાર થઈ ગયા છે.

આ શખ્સોએ આંખમાં મરચાની ભૂકી છાંટીને લૂંટ ચલાવી હતી. ચીમન વેકરીયા નામનો વ્યક્તિ ધોરાજીથી અહીં સોનાના દાગીનાનું ટ્રેડીંગ કરવા આવે છે. નિત્ય ક્રમ મુજબ આજે પણ તે સોનાના દાગીના લઈ ને અહીં સોની બજારમાં સોનાના દાગીના વેચવા આવેલો તેની પાસેના થેયલામાં ૭૦૦ થી ૮૦૦ ગ્રામ જેટલા સોનાના દાગીના હતા અંદાજિત ૪૦ લાખના સોના સાથે થેલામાં રોકડ ૨ લાખ રૂપિયા પણ હતા. દરમિયાન ચીમન ભાઈ જેવા એક દુકાનમાંથી થેલો લઈને નીકળ્યા કે લૂંટારા બે વ્યક્તિ મોટરસાયકલ ઉપર આવેલ હતા સોનાના વેપારી ચીમન પાસેથી નાના ચોક પાસેથી થેલો લૂંટીને મોટરસાયક્લ ઉપર ફરાર થયા હતા.

સોનાના વેપારી ચીમને પ્રતિકાર કરતા તને પગમાં ઇજા થઇ હતી, સોનાના વેપારીને ઇજા પહોંચતા હોપિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ભરચક બજારમાં લૂંટ થતા પોલીસની આબરૂનું લૂંટારાઓએ ધોવાણ કર્યુ છે. પોલીસના કાયદો અને વ્યવસ્થાના દાવાના લીરેલીરા ઉડીગયા છે. આ મામલે ભોગ બનનાર વેપારી ચીમન વેકરિયાએ જણાવ્યું હતું કે હું દાગીના લઈને બજારમાંથી નીકળો ત્યારે બે શખ્સો મોટરસાયકલ પર આવ્યા હતા. તેમણે છરી બતાવીને મને રોક્યો હતો અને આંખમાં મરચાની ભુકી છાટી અને થેલો ઝૂંટવી લીધો હતો.