છાપી ચેકપોસ્ટ પર કેટલાક શખ્સોએ પોલીસની હાજરીમાં ઉઘરાવ્યા રૂપિયા..!!

આબુ જતા ગુજરાતના પર્યટકો સાવધાન થઈ જજો, નહીં તો મોટું નુકસાની વેઠવાનો વારો આવી શકે છે. આજે આબુ જતા ગુજરાતના પર્યટકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહૃાા છે. આબુ જતા રસ્તામાં આવતી છાપી ચેકપોસ્ટ પર કેટલાક શખ્સોએ ગેરકાયદેસર રીતે રૂપિયા ઉઘરાવ્યા હોવાની માહિતી મળી રહી છે. અંબાજીથી ૭ કિ.મી. દુર છાપી ચેકપોસ્ટ આવેલી છે. ત્યાં હાઈવે પર લોકોને લૂંટવાનો કારસો રચવામાં આવી રહૃાો છે. આ ઘટનામાં પોલીસની હાજરીમાં કેટલાક શખ્સોએ રૂપિયા ઉઘરાવ્યા છે. સોશિયલ મીડિયામાં હાલ આ વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોની અમે પુષ્ટિ કરતા નથી.

આ વિશે મળતી માહિતી પ્રમાણે આબુરોડ પર ગુજરાત સરહદે આવેલી છાપી ચેકપોસ્ટ પર તૈનાત પોલીસકર્મીઓએ ગુજરાતી પર્યટકો સાથે ગેરકાયદેસર રીતે રૂપિયા ઉઘરાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સિરોહી પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે. પરંતુ આ વીડિયોની અમે પુષ્ટિ કરતા નથી. વીડિયોમાં છાપી ચેકપોસ્ટ પર ગુજરાતના પર્યટકો પાસે રૂપિયા પડાવીને તેમને સરેઆમ લૂંટવામાં આવી રહૃાા છે.

આ ગેરકાયદેસર ઘટનાનો વીડિયો વાયરલ થતા જ પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે. એક બાજુ પોલીસ ગુનેગારોમાં પોતાના ભયની વાત કરે છે, ત્યારે બીજા બાજુ ગેરકાયદેસર રૂપિયા ઉઘરાવવાની ઘટના શું સૂચવે છે. જ્યારે સિરોહી પોલીસ અધિકારી પુજા અવાનાએ વીડિયો વાયરલ થતાં જ છાપી ચોકી પર તૈનાત કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને તેમની તપાસ ડેપ્યૂટીને સોંપવામાં આવી છે.