ગુજરાત હાઇકોર્ટના નિવૃત એક્ટિંગ ચીફ જસ્ટિસ અનંત દવેનું નિધન

ગુજરાત હાઇકોર્ટના હાલમાં જ નિવૃત થયેલા અને એક્ટિંગ ચીફ જસ્ટિસ રહી ચૂકેલા જસ્ટિસ અનંત દવેનું આજે સવારે દૃુ:ખદ નિધન થયું. તેઓ છેલ્લાં બે સપ્તાહથી હોસ્પિટલમાં દૃાખલ હતા અને ખૂબ ક્રિટિકલ હાલતમાં એમની સારવાર ચાલુ હતી. અનંત દવેનો જન્મ ૫ ડિસેમ્બર ૧૯૫૭ના રોજ પંચમહાલ જિલ્લાના એક આદિૃવાસી વિસ્તારમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ ગામડે જ મેળવ્યું. ગ્રેજ્યુએશનમાં લૉ સબ્જેક્ટ સાથે કોમર્સ કર્યું.

૩૦ ડિસેમ્બર ૧૯૯૮માં એલએલબીની ડિગ્રી મેળવીને તેમણે બાર કાઉન્સિલમાં વકીલ તરીકે નોંધણી કરાવી. ૧૯૯૦થી તેઓ ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનના વાઈસ પ્રેસિડન્ટ, સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવી રહૃાા હતા. જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવીંદે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સાથે ચર્ચા કરી અકિલ કુરેશીની બોમ્બે હાઈકોર્ટમાં બદલીની મહોર લગાવ્યા બાદ ગુજરાત હાઇકોર્ટના નવા એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે અનંત એસ દવેની પસંદગી કરવામાં આવી હતી.