કાલાવડમાંના ઓનલાઈન શિક્ષણના બહાને સ્કૂલના આચાર્યએ વિદ્યાર્થિની સાથે કર્યા અડપલા

જામનગરના કાલાવડની સરકારી સ્કૂલના આયાર્યએ વિદ્યાર્થિનીને ઓનલાઈન શિક્ષણના બહાને શાળાએ બોલાવી અડપલા કર્યા હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ ગ્રામ્ય પોલીસે આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના પાંચદેવડામાં શિક્ષણ જગતને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે.

સરકારી શાળાના આચાર્ય બાબુ સંઘાણીએ ૧૦ વર્ષની વિદ્યાર્થિનીને ઓનલાઈન શિક્ષણના બહાને શાળાએ બોલાવી હતી. જે બાદ શારીરિક છેડતી કરી હોવાનું સામે આવતા પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે ફરિયાદૃ પરથી આચાર્ય બાબુ સંઘાણી સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે જામનગર પંથકમાં છેલ્લા એક મહિના દૃરમિયાન મહિલાઓ અને દૃીકરીઓ સાથે છેડતી અને દુષ્કર્મની ૫થી વધુ ફરિયાદ નોંધાઈ છે.

ત્યારે આજે વધુ એક છેડતીની ફરિયાદ નોંધાઈ છે. શિક્ષણ જગતને શર્મશાર કરતી આ ઘટનાને લઈને લોકો ફિટકાર વરસાવી રહૃાાં છે. હાલ તો સમગ્ર મામલે કાલાવાડ ગ્રામ્ય પોલીસ મથકમાં આધેડ આચાર્ય સામે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.