ઓએલએક્સ પર મોબાઇલ વેચતા ભેજાબાજે પૈસા ટ્રાન્સફર કર્યાનો બોગસ સ્ક્રિનશૉટ મોકલી ઠગાઇ કરી

સુરતમાં સતત ફ્રોડની ઘટનાઓ રોજે-રોજ સામે આવી રહી છે. તેમાં બેંક ફ્રોડ, વેપારીઓ સાથે ફ્રોડ, લોનના નામે ફ્રોડ વગેરેની ઘટનાઓ રોજે-રોજ સામે આવી રહી છે. આજે વધુ એક ફ્રોડ થયાનો મામલો સામે આવ્યો છે, જેમાં એક વિદ્યાર્થીએ ઓએલએક્સ પર મોબાઈલ વેચવા મુક્યો ત્યારબાદ તેની પાસે ફ્રોડ થયાની ફરિયાદ નોંધાઈ છે.

ધોડદૃોડ રોડ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીને ઓએલએક્સ ઉપર રૂપિયા ૯૫ હજારની િંકમતનો મોબાઈલ વેચવા મુકવાનું ભારે પડ્યું હતું. જાહેરાત જોઈને ચીટર અમીતકુમારે મોબાઈલ ખરીદવાને બહાને ભાગળ ચાર રસ્તા મોહન મીઠાઈની દૃુકાન પાસે બોલાવ્યા બાદ મોબાઈલ ખરીદૃી તેનું પેમેન્ટ બેંક ઍકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કર્યું હોવાનો બોગસ ટ્રાન્જેકશનનો સક્સેસફુલનો સ્ક્રીનશોટ વ્હોટસઅપ ઉપર મોકલી આપી પેમેન્ટ નહી આપી ઠગાઈ કરી હતી.

ચાર મહિના પહેલા બનેલા અંગે વિદ્યાર્થીઍ ફરિયાદૃ નોંધાવી હતી, જાકે ચીટર અમીતકુમાર આ રીતના કેસમાં અગાઉ ઘણા પોલીસ સ્ટેશનમાં પકડાઈ ચુક્યો છે. ઘોડદૃોડ રોડ કોટક હાઉસની સામે પુજા ઍપાર્ટમેન્ટમાં રહેતા અને અભ્યાસ કરતા દિૃગંત યગ્નેશ વ્યાસ (ઉ.વ.૨૦)ઍ ગત તા ૪થી જુન ૨૦૨૦ના રોજ ઓએલએક્સ ઓનલાઈન સાઈટ પર દિૃગંત વ્યાસ નામથી પોતે બનાવેલ પોતાના ઍકાઉન્ટ ઉપર રૂપિયા ૯૫ હજારની િંકમતનો ઍપલ કંપનીનો મોબાઈલ વેચવા માટે મુક્યો હતો.

ભરોસો અવાર નવાર ખોટા વાયદૃાઓ આપી પૈસા નહી ચુકવી ફોન બંધ કરી ઠગાઈ કરી હતી. બનાવ અંગે િંદૃગતની ફરિયાદૃને આધારે પોલીસે અમીતકુમાર સામે ગુનો દૃાખલ કરી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમીતકુમારની આ રીતના ચીટીંગના કેસમાં અગાઉ ધરપકડ કરી હતી.