ઉત્તર ગુજરાતના પોશીના તાલુકાનાં તમામ ૫૯ ગામ થયા કોરોનામુક્ત

વનવાસી અને પછાત પંથક ગણાતા પોશીના તાલુકો કોરોના મહામારીથી બચવાનો અનેરો નિર્દેશ કરે છે. પુરાતનકાળથી જ દુર દુર રહેવું, પ્રસંગ મેળા વગર એકઠા ન થવું જેવું સોશિયલ ડિસ્ટન્સિંગ જેના જીવનમાં વણાઈ ગયું છે અને પ્રતિદિન કપરી ભૌગોલિક સ્થિતિમાં તનતોડ મહેનત અને સ્વસ્થ ખોરાકવાળી તંદુરસ્ત જીવનશૈલી જેમના જીવનમાં વણાઈ ગઈ છે એ વિસ્તારની પ્રજાને આઠ માસ થવા છતાં કોરોના સ્પર્શી શક્યો નથી. અત્યારસુધીમાં માત્ર ૧૪ કેસ નોંધાયા છે અને એ પણ સંક્રમિત વિસ્તારોમાં નોકરી-મજૂરી કરતા હતા. ૧.૨૫ લાખની વસતિ ધરાવતા તાલુકાનાં ૫૯ ગામમાં હાલમાં એક પણ એક્ટિવ કેસ ન હોવાનું આરોગ્ય સૂત્રો જણાવી રહૃાાં છે. પોશીના તાલુકામાં વસતા આદિવાસી લોકોની રહેણીકરણી અને આજે કોરોનાની વૈશ્ર્વિક મહામારીમાં પણ આ વિસ્તારની પ્રજા વિનાડરે પોતાનું રોજિંદુ જીવન શાંતિથી જીવી રહી છે. તેમને કોરોના નામનો કોઈ ડર જ મનમાં નથી.

તેઓ શરૂઆતથી જ છૂટાછવાયાં ઘર બનાવી રહે છે અને સતત કામથી શારીરિક રીતે પણ ખૂબ ખડતલ શરીર ધરાવે છે, જેથી રોગપ્રતિકારક શક્તિ પણ વધુ હોય છે, ખાસ તો માનસિક રીતે આ પ્રજા પોતાનાં કામ અને વિવિધ ધાર્મિક અને સામાજિક ઉત્સવોમાં મશગૂલ રહે છે. તેઓ વધુ આશાવાદી વિચારો રાખતા નથી. પોશીના તાલુકાનો વિસ્તાર ડુંગરાળ છે. વનવાસી પ્રજા પુરાતનકાળથી જ ડુંગરો પર છૂટાછવાયાં ઘર બનાવી રહે છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ તેમના જીવનમાં જ વણાઈ ગયું છે. પોશીના તાલુકાનો વિસ્તાર ડુંગરાળ છે. વનવાસી પ્રજા પુરાતનકાળથી જ ડુંગરો પર છૂટાછવાયાં ઘર બનાવી રહે છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ તેમના જીવનમાં જ વણાઈ ગયું છે.

જેથી તેઓ રોજનું જે મળે એમાં જ સંતોષ માને છે. તેમની આ જીવનશૈલીને કારણે આજે વૈશ્ર્વિક મહામારી છતાં શાંતિથી જીવન વિતાવી રહૃાા છે. પોશીના તાલુકાના સરકારી આંકડા મુજબ, ફક્ત ૧૪ કોરોના કેસ નોંધાયેલા છે અને તાલુકામાં એકપણ કોરોનાને કારણે મોત થયું નથી અને પોશીના તાલુકાનાં ૫૯ ગામ આવેલાં છે, જેમાંથી આરોગ્ય વિભાગ દ્વારા અત્યારસુધીમાં કોરોનાની ૬૨ ટકા જેટલી કામગીરી કરાઈ છે.